ગુજરાત

gujarat

ETV Bharat / state

વિસનગરમાં પિતા બન્યો શેતાન, પોતાની એક માસની બાળકીને ઉતારી મોતને ઘાટ

મહેસાણાઃ દિવસેને દિવસે ગુનાહિત ઘટનાઓ સમાજમાં વધતી જઈ રહી છે ત્યારે વિસનગરમાં એક પિતાએ પોતાના બનેવીને ફસાવવા પોતાની એક માસની બાળકીને મોતને ઘાટ ઉતારી પિતા પુત્રીના સંબંધોની પણ હત્યા કરી નાખી છે.

સ્પોટ ફોટો

By

Published : Jun 11, 2019, 10:45 AM IST

Updated : Jun 11, 2019, 12:59 PM IST

સમાજમાં વસ્તી વધારો અને શિક્ષણ અને સમજનો અભાવ વધી રહ્યો છે ત્યારે ગુનાહિત કૃત્યો માટે આજના સામાન્યમાં માણસ ખચકાતો નથી. સમાજમાં ગુનાહિત બનાવો વધી રહ્યા છે ત્યારે વિસનગરમાં ઉમતા વડનગર ત્રણ રસ્તા પાસે આવેલ એક ખુલ્લી જગ્યામાં છાપરું બનાવી રહેતા એક વાદી પરિવારમાં શનિવરની મોડી રાત્રે મોટી તકરાર સર્જાઈ હતી. જ્યાં ક્રોધિત સ્વભાવાના એક પિતા આવેશમાં આવી જતા પોતાના બનેવી સાથે સર્જાયેલી તકરારમાં આડા સબંધોના વહેમમાં બનેવીને ફસાવવા કારસો રચ્યો કે પોતાની જ એક માસની દીકરીને જમીન પર જોરથી પટકી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

વિસનગરમાં પિતા બન્યો હેવાન, પોતાની એક માસની બાળકીને ઉતારી મોતને ઘાટ

જેના મોત મામલામાં બનેવીને ફસાવી બદલો લેવાની ભાવનાથી એક પિતાએ બાપ દીકરીના સબંધોની પણ હત્યા કરી નાખી છે. જોકે આ સમગ્ર ઘટનાની વિસનગર શહેર પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે જઈ બાળકીના મૃતદેહનું વિસનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવી હત્યાના સંયોગિક પુરાવા અને નિવેદનો આધારે એક માસની પોતાની જ દીકરીના હત્યામાં આરોપી એક પિતાની ધરપકડ કરી જેલ હવાલે ધકેલ્યો છે. જ્યારે પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Last Updated : Jun 11, 2019, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details