મહેસાણા: જિલ્લામાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં લાંઘણજ પોલીસ ચોકીના 4 ચોરી અને 1 મારામારીના આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમજ કન્ટેઇન્મેન્ટ વિસ્તાર છઠિયારડા ગામના એક 49 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને મહેસાણાની કોરોના હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે. લાંઘણજ પોલીસ સ્ટેશનને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.
મહેસાણા જિલ્લામાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા - mehsana police station
મહેસાણા જિલ્લામાં ગુરુવારે વધુ 6 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં લાંઘણજ પોલીસ ચોકીના 5 આરોપીઓ અને કન્ટેઇન્મેન્ટ વિસ્તાર છઠિયારડા ગામના એક 49 વર્ષીય પુરુષનો સમાવેશ થયો છે. આથી હવે જિલ્લામાં કોરોનાગ્રસ્ત કેસનો આંકડો 63 પર પહોંચ્યો છે. જેમાંથી 36 રિકવર થયા છે જ્યારે હાલમાં કુલ 27 કેસ એક્ટિવ જોવા મળી રહ્યા છે જેમાંથી 2 કેસ અમદાવાદના છે.
મહેસાણા જિલ્લામાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 63 પર પહોચી છે. જેમાંથી 37 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે તો 2 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે હાલમાં 27 કેસ સારવાર હેઠળ છે.