- ઊંઝાની 34 વર્ષીય ગર્ભવતી મહિલાને તાત્કાલિક વેન્ટિલેટર આપી મહેસાણામાં સારવાર અપાઈ
- 8 માસના ગર્ભધારી મહિલા સંક્રમિત બની હતી
- મહેસાણાના એક હેલ્પ લાઇન સેન્ટર દ્વારા સારવાર માટેની સગવડ કરાઈ
મહેસાણા: જિલ્લામાં હાલમાં કોરોનાને લઈ સ્થિતિ વણસેલી છે, જેને લઈ જિલ્લામાં નવા કોરોના સંક્રમિત દર્દીઓને દાખલ ક્યાં કરવા એ મોટો સવાલ છે. તાજેતરમાં મહેસાણા ખાતે અગ્રણીઓ દ્વારા હેલ્પડેસ્કની સેવા જાહેર કરતા જિલ્લામાં હોસ્પિટલો અને દર્દીઓના ખાલી પડતા બેડ વિશેની માહિતી સાથે જરૂરિયાત મંદ દર્દીઓને યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવી રહી છે.
ગર્ભવતી મહિલા કોરોનો પોઝેટીવ
ઊંઝામાં 8 માસનો ગર્ભ ધરાવતી એક મહિલા કોરોના સંક્રમિત થતા સારવાર માટે એડમિટ ક્યાં થવું તે મોટો પડકાર જોવા મળ્યો હતો. મહિલાને સારવાર અપાવવા ભારે જહેમત બાદ પણ ક્યાંય સગવડ ન મળતા અંતે મહિલાના પરિવારે મહેસાણા ખાતે કાર્યરત હેલ્પ સેન્ટરનો સંપર્ક કરી ગર્ભવતી મહિલાને એમ્બ્યુલન્સમાં ઊંઝાથી મહેસાણા લાવી સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. મહિલાની હાલત ગંભીર હોતા તેની સારવારમાં વેન્ટિલેટરની જરૂરિયાત પણ પુરી પાડવામાં આવી હતી, ગંભીર હાલતમાં કોરોનાની સારવાર માટે જજુમતી મહિલાને અંતે સારવાર મળતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો :સુરતમાં 11 દિવસની બાળકી કોરોના પોઝિટિવ આવતા રેમડેસીવીર ઈન્જેક્શન અપાયું