ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા શર્મસાર, 3 વર્ષના માસુમને ગોંધી રાખી કરી હત્યા

મહેસાણાઃ વડનગર તાલુકાના મૌલિપુર ગામે રહેતા મહમ્મદ અખલાક અસદઅલી નામના 3 વર્ષના માસુમ બાળકનું અપહરણ થયાનું વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ પોલીસને તપાસના ધમધમાટ વચ્ચે ક્રૂર હત્યા કરાયેલી હાલતમાં માસુમનો મૃદેહ મળી આવ્યો હતો.

વડનગરના મૌલિપુર ગામે 3 વર્ષના માસુમને ગોંધી રાખી કરાઇ હત્યા...

By

Published : Jun 2, 2019, 7:08 PM IST

Updated : Jun 2, 2019, 7:19 PM IST

ગુજરાતમાં કાયદો વ્યવસ્થા એક તરફ તંત્ર મજબૂત બનાવવા જઈ રહ્યું છે.ત્યાં બીજી તરફ ગુનેગારો બેફામ બન્યા બની રહ્યા છે, સમય સંજોગને આધીન બનતી ઘટનાઓ સમાજમાં અટકતી નથી, ત્યાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના વડનગરના મૌલિપુર ગામેથી સામે આવી છે. વડનગરના આ ગામમાં શનિવારના સવારે 3 વર્ષના મહમ્મદ અખલાક નામના માસુમ પોતાના જ ઘર આંગણે રમતો હતો ,ત્યારે તેને ઉપાડી જઈ ગુમ કરી દેવામાં આવ્યો હતો.

ત્યાં વડનગર પોલીસ મથકે પરિવાર દ્વારા ફરિયાદ કરી ડોગ સ્કોડ, FSL સહિતની પોલીસ ટીમો દ્વારા ભારે તપાસ શોધખોળ કરાતા અંતે બીજા દિવસે કૌટુંબીઓના મકાન પાછળથી ખોવાયેલ માસુમને કરંટ આપી ઈજાઓ કરી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

વડનગરના મૌલિપુર ગામે 3 વર્ષના માસુમને ગોંધી રાખી કરાઇ હત્યા...

ત્યારે પોલીસ દ્વારા ઘટના સ્થળનું પંચનામું કરી બાળકના મૃત્યુના રહસ્યો ઉકેલવા ફોરેન્સિક પોસર્મોટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.આ સાથે જ પોલીસે બાળકનો મૃતદેહ જોતા હત્યાની આશંકા સેવી કૌટુંબીઓના મકાનમાં તપાસ કરતા લોહીથી લથપથ કાપડ અને વેફર્સનું પેકેટ સહિતના બાળકની હત્યાના સાંયોગીક પુરાવા મળી આવતા પોલીસે મૃતક બાળકના કુટુંબીઓને કસ્ટડીમાં લઇ પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે.

પરંતુ 3 વર્ષના માસુમનું અપહરણ ગોંધી રાખી ક્રૂર હત્યાના આ બનાવમાં પોલીસ આરોપીઓને ક્યારે શોધી કાઢે છે તે જોવું રહ્યું.આ સમગ્ર ઘટનામાં એક પરિવારે એક માત્ર 3 વર્ષનું સંતાન ગુમાવતા પંથકમાં શોક અને દુઃખની લાગણી છવાઈ ગઈ હતી, તો મૃતકના સ્વજનોએ યોગ્ય તપાસ બાદ બાળકના હત્યારાઓને કડક સજા થાય અને ન્યાય મળે તેવી માંગ કરી હતી.

Last Updated : Jun 2, 2019, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details