- મહેસાણામાં વીજળીના થાંભલા પર ચઢેલા ત્રણ વીજકર્મીને કરંટ લાગ્યો, 1નું મોત
- જોટાણાના મહેમદપૂરમાં વીજ તંત્ર મેઈન્ટેનન્સ ચાલતું હતું ત્યારે વીજ લાઈન ચાલુ રહી ગઈ
- કરંટ લાગતા ત્રણેય વીજ કર્મીઓ 10 ફૂટ નીચે પટકાયા હતા, બે સારવાર હેઠળ
મહેસાણાઃજિલ્લાના જોટાણા તાલુકામાં આવેલા મહેમદપૂર ગામમાં વીજ તંત્ર દ્વારા મેઈન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ કામગીરી દરમિયાન વીજ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં જે લાઈન પર કામ ચાલુ હતું. તે લાઈનનો વીજ પ્રવાહ બંધ કરાયો, પરંતુ લાઈનમેનની બેદરકારીથી ક્રોસ વીજ લાઈન ચાલુ રહી ગઈ હતી. આથી વીજ લાઈનમાં સમારકામ કરી રહેલા વિજ કર્મચારીઓ પૈકીના 3 અધિકારીઓ ક્રોસ લાઈનના સંપર્કમાં આવી જતા કરંટ લાગ્યો હતો, જેમાં ત્રણે જણા અંદાજે 10 ફૂટ ઊંચાઈએથી નીચે પટકાયા હતા ત્યારે હાજર લાઈનમેન સહિતના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. ત્યારે નીચે પટકાયેલા 3 શ્રમિકો પૈકી એક લિંચ ગામના રહેવાસી 30 વર્ષીય લાલાજી ઠાકોરનું મોત નીપજ્યું હતું. જ્યારે સુરેશજી ઠાકોર અને મથુરજી ઠાકોરને ઈજા થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
સમગ્ર ઘટનામાં પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ