ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં 24 કલાકમાં 24 લાખનો દારૂ ઝડપાયો, રાજસ્થાન CMના નિવેદન બાદ શરમજનક સ્થિતિ

મહેસાણાઃ જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા ગુંજાળા ગામની સીમમાં દારૂની રલેમછેલનો વધુ એક કિસ્સા સામે આવ્યા છે. મહેસાણા LCBએ બાતમીના આધારે રેડ પાડતા વિસનગરમાંથી 22.10 લાખ અને સાંથલમાંથી 80.84 લાખનો મુદ્દામાલ પ્રોહીબિશનના ગુન્હામાં જપ્ત કરી બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો છે.

24 કલાકમાં 24 લાખનો દારૂ ઝડપાયો

By

Published : Oct 9, 2019, 6:22 PM IST

હજી તો રાજસ્થાન CM અશોક ગહેલોતના નિવેદન અને ગુજરાત CM તેમજ ગુજરાત ભાજપ વચ્ચે દારૂબંધી મુદ્દે હૂંસાતૂસી ચાલી રહી છે, ત્યાં મહેસાણામાં 24 કલાકમાં 24 લાખનો દારૂ ઝડપાયો છે.

24 કલાકમાં 24 લાખનો દારૂ ઝડપાયો

મહેસાણા ભાજપ તો ઠીક પરંતુ દારૂની રેલમછેલ બાદ તો ગુજરાતના મુખ્યપ્રધાનથી માંડી ગુજરાત ભાજપ માટે આ શરમમાં મુકાવાની બાબત બની છે. બીજીતરફ કોંગ્રેસ આ મુદ્દો ચર્ચામાં આવ્યા બાદ ગેલમાં આવી ગઈ છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા દારૂના મુદ્દે સોશિયલ મીડિયાથી માંડી સ્થાનિક કક્ષાએ સત્તાધારી પક્ષને ભીંસમાં લેવાની એક પણ તક જતી કરી નથી.

મહેસાણાના વિસનગર તાલુકામાં આવેલા ગુંજાળા ગામની સીમમાં મોડી રાત્રે દારૂનું કટિંગ ચાલતું હોવાની બાતમી મહેસાણા LCBને મળતા LCBએ સ્થળ તપાસ કરી દરોડા પાડ્યા હતા જ્યાં દરોડા દરમિયાન પોલીસને મગફળી ભરેલી એક મોટી ટ્રક મળી આવી હતી. સળેલી મગફળીની આડમાં લગભગ 11.70 લાખનો વિદેશી દારૂ સંતાળી રાખ્યો હોવાનું સામે આવ્યું હતું.

આ બાદ LCBની ટીમે અધિકારી એસ.એસ. નિનામાની હાજરીમાં દારૂના કટિંગમાં સામેલ ગુંજાળાના રહેવાસી દિલીપ ઠાકોરને વિદેશી દારૂ, ટ્રક , એક્ટિવા અને મગફળીથી ભરેલી બોરીઓ સહિત 22.10 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસની નિષ્કાળજીના કારણે ટ્રક ડ્રાઇવર, એક્ટિવા ચાલક, સહિત મહેસાણાનો રહેવાસી આરબસિંગ રાજપુત અને જીતેન્દ્ર ઠાકોર સહિત 4 આરોપીઓ ફરાર થઈ ચૂક્યા હતા.

વિસનગરની સાથે સાથે મહેસાણા LCBને સાંથલ પોલીસ સ્ટેશનની હદમાં પણ વિદેશી દારૂ ઘૂસ્યો હોવાની બાતમી મળતા કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું હતું જેમાં તપાસ કરતા પાણીના મિનરલ વોટર ઘરેલુ આરો પ્લાન્ટના મશીનના જથ્થા નીચે સંતાળી 2.68 લાખની વિદેશી દારૂની 1,044 બોટલો મળી આવી હતી જેને પગલે પોલીસે કન્ટેનર, વિદેશી દારૂની બોટલો અને 63.16 લાખના 395 નંગ આરો મશીન સહિત કુલ 80.84 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની તપાસ હાથ ધરી છે.

વિસનગરના ગુંજાળા ગામે લાખોનો દારૂ આવ્યો છતાં વિસનગર તાલુકા પોલીસ ઊંઘતી રહી અને જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે છાપો મારતા સ્થાનિક પોલીસની અબરૂના ધજાગરા ઉડી ગયા હતા ત્યારે મહત્વનું છે કે, મહેસાણા LCB દ્વારા લાખ્ખોના વિદેશી દારૂ મામલે વિસનગર તાલુકા પોલીસ મથકે કુલ 5 આરોપીઓ સામે ગુન્હો નોંધાયો છે ત્યારે તપાસમાં સ્થાનિક પોલીસ દ્વારા વધુ ભેદ ઉકેલાય શકે છે.

ABOUT THE AUTHOR

...view details