- મહેસાણા જિલ્લામાં 2 મહિનામાં 5 નકલી ડોકટર ઝડપાયા
- 26 હજારની દવાના મુદ્દામાલ સાથે એક નકલી તબીબ ઝડપાયો
- 69 વર્ષીય એક વૃદ્ધ નકલી તબીબ 45,574ના મુદ્દામાલ સાથે ડિગ્રી વગર પકડાયો
મહેસાણા :જિલ્લામાં તબીબી ક્ષેત્રે રસકારી સેવાઓ તો પાંગળી જોવા મળી રહી છે. જેમાં ક્યાંક સ્ટાફની અછત છે, તો ક્યાંક મશીનરી અનવ સાધન સામગ્રીની અછત છે. ત્યારે આવા સંજોગોમાં સરકારી સેવાઓ યોગ્ય ન મળતી હોવાથી જિલ્લાના ગામે ગામ બની બેઠેલા તબીબોનો રાફળો ફાટેલો જોવા મળી રહ્યો છે.
26 હજારના મુદ્દામાલ સાથે એક નકલી તબીબી ઝડપાયો
લોકોના આરોગ્ય સાથે ચેડાં થવા મામલે તંત્ર મોડે મોડે પણ હવે જાગ્યું હોય તેમ છેલ્લા 2 મહિનામાં મહેસાણા જિલ્લામાંથી 5 બોગસ તબીબો ઝડપાયા છે. જેમાં તાજેતરમાં કડીના નાની કડીમાંથી 26 હજારના ઇન્જેક્શન અને દવાઓ સહિતના મુદ્દામાલ સાથે એક નકલી તબીબી ઝડપાયો છે. જ્યારે અન્ય એક ફરાર થવામાં સફળ રહ્યો છે. જ્યારે બેચારજીના આસજોલ ગામેથી પણ 69 વર્ષીય એક વૃદ્ધ નકલી તબીબ 45,574ના મુદ્દામાલ સાથે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતા ઝડપાઇ આવ્યો છે.
આ પણ વાંચો : અરવલ્લીમાં બે બોગસ ડોકટર ઝડપાયા
તબીબો ડીગ્રી વિના જ પ્રેક્ટિસ કરી રહ્યા