- RTE હેઠળ 1600 બાળકોને ખાનગી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાશે
- ખાનગી શાળાઓમાં નબળા પરિવારના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ
- 5 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
મહેસાણા: શિક્ષણ એ દરેક નાગરિક અને વિધાર્થીનો અધિકાર છે અને શિક્ષણ થકી વ્યક્તિ અને રાષ્ટ્રનું સારું ઘડતર થાય છે, ત્યારે નબળા પરિવારમાંથી આવતો વિદ્યાર્થી ફીના અભાવે વિકસિત ખાનગી શાળામાં શિક્ષણનો અધિકાર ન મેળવી શકે તેવું ન બને તે માટે રાજ્યમાં સરકાર દ્વારા વધુ એક વાર Right to education હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પરીપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
RTE હેઠળ એડમિશન અપાવવા હેલ્પલાઇન સેન્ટર શરૂ કરાયા
સરકારના આ પરીપત્ર બાદ મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા જિલ્લામાં વસતા વિદ્યાર્થીઓ માટે RTEની માહિતી જાહેર કરી RTE એક્ટના સંદર્ભમાં આવતા પરિવારના વિદ્યાર્થીઓને RTE હેઠળ એડમિશન અપાવવા હેલ્પલાઇન સેન્ટર શરૂ કરાયા છે. 25 જુલાઈથી 5 જુલાઈ સુધી ઓનલાઈન ફોર્મ ભરી RTE હેઠળ 1,600 જેટલા વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં શિક્ષણ માટે નિઃશુલ્ક પ્રવેશ અપાવવામાં આવશે.