મહેસાણાઃ કોરોના વાઇરસની મહામારી સામે રાષ્ટ્ર લડી રહ્યું છે, ત્યારે પ્રધાનમંત્રી રાહત ફંડ માટે અનેક સંસ્થાઓ અને નાગરિકોએ રાહત ફંડ મોકલી આપ્યું છે. જોકે આ રાહત ફંડની હોડમાં વિસનગર APMC સત્તાધીશો દ્વારા 11 લાખનું રાહત ફંડ પ્રધાનમંત્રી રાહત ફંડમાં મોકલવા તૈયારી બતાવાઈ હતી. જેને પગલે મહેસાણા ડીડીઓ દ્વારા વિસનગર APMC આવી રૂબરૂ ચેક સ્વીકારવામાં આવ્યો હતો.
વિસનગર APMC દ્વારા 11 લાખ PM રાહત ફંડમાં અપાયા, અધિકારીની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સની ઐસી તૈસી
સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા PM રાહત ભંડોળનું ગઠન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકો પોતાનો સહયોગ આપી રહ્યા છે. જેમાં વધુ એક નામ જોડાયું છે વિસનગર APMCનું... તેમના દ્વારા 11 લાખની સહાય આપવામાં આવી છે.
APMCના સત્તાધીશોએ સરકારમાં રાહત ફંડ મોકલવાની ખુશીમાં લોકોનું ટોળું એકત્ર કરી ડીડીઓની ઉપસ્થિતિમાં જ સોશિયલ ડિસ્ટન્સની એસીતેસી કરી નાખી હતી. હાલમાં રાજ્યમાં મોટાભાગના કોરોના પોઝિટિવ કેસ વ્યક્તિ વ્યક્તિના સંપર્કથી નોંધાયા છે, ત્યારે વિસનગર APMCમાં જોવા મળેલી આ પરિસ્થિતિ એ બુદ્ધિજીવી નાગરિકોની સમજણને ક્ષતિ કરી છે.
જોકે અધિકારીને અહીં સોશિયલ ડિસ્ટન્સ ન હોવાનું ધ્યાને આવતા ટોળામાં રહેલા લોકોને ડિસ્ટન્સ બનાવવા સૂચન કરાયું હતું. આમ રાહત ફંડની 11 લાખની આર્થિક સહાય કરતા વિસનગર APMC દ્વારા સરકારની મહત્વ પૂર્ણ અપીલ સોશિયલ ડિસ્ટનસના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા.