ગુજરાત

gujarat

મહીસાગર જિલ્લા પંચાયત પટાંગણમાં 204 ફળાઉ વૃક્ષોનું વાવેતર કરાયું

By

Published : Jun 5, 2020, 6:27 PM IST

ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું અનેરૂં મહત્વ છે. વૃક્ષોમાં દેવોનો વાસ છે. હાલના સમયમાં પર્યાવરણની સમતુલા જળવાઈ રહે તે પણ એટલું જ જરૂરી છે. સાથોસાથ ગ્લોબલ વોર્મિંગના સમયમાં પર્યાવરણને અને પૃથ્વીને જે નુકસાન થઈ રહ્યું છે, તેનાથી પર્યાવરણ અને પૃથ્વીને બચાવવી પડશે. આ હેતુસર દર વર્ષે 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

world-environment-day-celebration-at-mahisagar
મહીસાગર જિલ્લા પંચાયત ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, પટાંગણમાં 204 ફળાઉ વૃક્ષોનું વાવેતર

મહીસાગરઃ ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું અનેરૂં મહત્વ છે. વૃક્ષોમાં દેવોનો વાસ છે. હાલના સમયમાં પર્યાવરણની સમતુલા જળવાઈ રહે તે પણ એટલું જ જરૂરી છે. સાથોસાથ ગ્લોબલ વોર્મિંગના સમયમાં પર્યાવરણને અને પૃથ્વીને જે નુકસાન થઈ રહ્યું છે, તેનાથી પર્યાવરણ અને પૃથ્વીને બચાવવી પડશે. આ હેતુસર દર વર્ષે 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વમાં તેની અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોના વાઈરસની મહામારી વચ્ચે વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. તેમાં ડિજિટલ કે વેબીનાર દ્વારા પણ ઉજવણી કરવામાં આવી રહી છે.

મહીસાગર જિલ્લા પંચાયત ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, પટાંગણમાં 204 ફળાઉ વૃક્ષોનું વાવેતર

કોરોના વાઈરસની આ મહામારી વચ્ચે મહીસાગર જિલ્લામાં સોશ્યિલ ડિસ્ટન્સીંગના પાલન સાથે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે મહિસાગર જિલ્લા પંચાયતના પટાંગણમાં પાર્કિંગ સ્ટેન્ડ પાસેની ખુલ્લી જગ્યામાં લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશભાઇ સેવક, જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન ખાંટ, જિલ્લા કલેક્ટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા વન રક્ષક આર.ડી જાડેજા, અગ્રણી જે.પી.પટેલ અને અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ જાતના 204 જેટલા ફળાઉ વૃક્ષોનું
વાવેતર કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.


આ તમામ ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષ લગાના મહાન કામ, એક વૃક્ષ સો પુત્ર સમાન, તેમજ વૃક્ષોનું વાવેતર કરીને તેનો જતનપૂર્વક ઉછેર કરીને પૃથ્વી પર હરિયાળી ક્રાંતિ લાવવા સંકલ્પબદ્ધ થયા હતા. જિલ્લા પંચાયતના પટાંગણમાં વાવવામાં આવેલા આ વૃક્ષોમાં કેસર કેરીના કલમી આંબા, સરગવો, આંબળાના વૃક્ષોનો સમાવેશ થાય છે. જ્યારે આ વાવવામાં આવેલ વૃક્ષોનું જતન અને ઉછેર કરવાની જવાબદારી વિવિધ વિભાગોને સોંપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details