બનાવ અનુસંધાને LCB-SOG શાખાના તેમજ બાકોર પોલીસ દ્વારા ટીમ વર્ક આઉટમાં ગુનાવાળી જગ્યાની આજુ-બાજુ રહેતા રહીશોની પૂછપરછ હાથ ધરતા તેમાં મૃતક બાબતે શકમંદ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. જેમાં મૃતકની પત્નિ શાંતાબેન કાળુભાઇ વાલાભાઇ મછારે તેમના ગામના બાબુભાઇ છગનભાઇ મછાર સાથે આડા સબંધોની હકિકત મૃતક જાણતા હોય જેના કારણે અવાર-નવાર શાંતાબેનના પતિ કાળુભાઇ નશો કરી આવી પોતાના ઘરે પોતાની પત્નિ શાંતા તથા પોતાના દિકરાની હાજરીમાં બાબુ છગનના આડા સબંધના કારણે અવાર-નવાર અપશબ્દો કહી બોલાચાલી અને તકરાર થતી હતી.
મહીસાગરના બાબલીયા ગામે પત્નીએ કરી પતિની હત્યા
મહીસાગરઃ દિવાળીના તહેવારોમાં નવા વર્ષના દિવસે બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબલીયા ગામમાં ખૂનનો ચર્ચાસ્પદ બનાવ બન્યો હતો. જે બનાવ અંગે સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઇ ગયો હતો. જેમાં મૃત્યુ પામનાર વૃધ્ધ ખેતી-મજૂરી કરી જીવન ગુજારતા હતાં. જેનું કોઇ અજાણ્યા ઇસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી. જે અંગે પંચમહાલ-ગોધરા રેન્જ વડા એમ.એસ.ભરાડા તથા પોલીસ અધિક્ષક મહીસાગર-લુણાવાડા સુ. ઉષા રાડાએ ગુના બાબતે આરોપીને ત્વરીત શોધી કાઢવા માટે સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરવા માર્ગદર્શન આપ્યુ હતું.
આ હકિકત અને તેના ઘરના સભ્યોની પૂછપરછ કરી તપાસ કરતાં તેમાં મૃતકની પત્નિ શાંતાને પ્રથમ આ અંગે પૂછપરછ કરતા ગોળ-ગોળ જવાબ આપ્યો હતો. જેથી પોલીસની સઘન પૂછપરછમાં પોતાના પતિ કાળુ વાલાભાઇ મછાર પોતાને તથા બાબુ છગન મછારના આડા સબંધોના કારણે ઘરમાં અવાર-નવાર ઝગડો તકરાર કરતા હોય જેથી પોતે ગુનો કરેલ હોવાની કબૂલાત કરી હતી અને પોતે જ રાતના સમયે પોતાના ઘરેથી તીક્ષ્ણ હથિયાર મારી તેનુ મોત નીપજાવ્યુ હોવાની કબૂલાત કરી હતી. આ ઘટનાને પગલે આરોપી શાંતાબેનને શુક્રવારે ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.