ગુજરાત

gujarat

ETV Bharat / state

મહિસાગર જિલ્લામાં 28 ફેબ્રુઆરીના રોજ 873 મતદાનમથક પર મતદાન થશે - સામાન્ય ચૂંટણી

આવતીકાલે રવિવારે મહીસાગરમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે મતદાન થશે. આ મતદાન માટે જિલ્લા ચૂંટણી તંત્ર પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, જિલ્લાની જિલ્લા પંચાયતની 28 બેઠકો અને 6 તાલુકા પંચાયતોની 126 બેઠકો માટે કુલ 873 મતદાનમથક ઊભા કરવામાં આવશે.

મહિસાગરમાં રવિવારે 873 મતદાનમથક પર મતદાન થશે
મહિસાગરમાં રવિવારે 873 મતદાનમથક પર મતદાન થશે

By

Published : Feb 27, 2021, 4:36 PM IST

  • મહીસાગરમાં જિલ્લા પંચાયતની 28 બેઠક માટે મતદાન થશે
  • મહીસાગરમાં તાલુકા પંચાયતની 126 બેઠક માટે મતદાન થશે
  • 6,76,769 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે
  • 3,47,235 પુરૂષ અને 3,28,535 સ્ત્રી મતદારો છે
  • લુણાવાડા તાલુકામાં સૌથી વધુ 227 મતદાનમથક
  • વીરપુર તાલુકામાં સૌથી ઓછા 95 મતદાન મથક

મહીસાગરઃ મહીસાગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની યોજાનારી સામાન્ય ચૂંટણીઓમાં 6,76,769 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 3,47,235 પુરૂષો અને 3,28,535 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.

105 મતદાનમથક અતિ સંવેદનશીલ અને 196 મતદાનમથક સંવેદનશીલ

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની યોજાનારી ચૂંટણી માટે કુલ 873 મતદાન મથકોની વિગતો જોઈએ તો લુણાવાડા તાલુકામાં સૌથી વધુ 227 મતદાનમથક, જ્યારે વીરપુર તાલુકામાં સૌથી ઓછા 95 મતદાનમથક છે. જ્યારે ખાનપુર તાલુકામાં 99, સંતરામપુર તાલુકામાં 225, કડાણા તાલુકામાં 124 અને બાલાસિનોર તાલુકામાં-103 મતદાન મથકો છે. આ મતદાન મથકો પૈકી 105 મતદાનમથકો અતિ સંવેદનશીલ અને 196 મતદાનમથક સંવેદનશીલ છે. જ્યારે બાકીના મતદાન મથકો સામાન્ય મતદાન મથકો છે.

લુણાવાડા તાલુકામાં 41 અતિસંવેદનશીલ મતદાનમથક છે

અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન મથકોની તાલુકાવાર વિગતો જોઈએ તો લુણાવાડા તાલુકામાં 41 અતિ સંવેદનશીલ અને 42 મતદાનમથક સંવેદનશીલ, ખાનપુર તાલુકામાં કોઈ મતદાન મથક અતિ સંવેદનશીલ નથી. જ્યારે 23 મતદાનમથકો સંવેદનશીલ, સંતરામપુર તાલુકામાં 10 મતદાનમથકો અતિ સંવેદનશીલ અને 86 મતદાનમથકો સંવેદનશીલ, કડાણા તાલુકામાં 6 મતદાનમથકો અતિ સંવેદનશીલ અને 21 મતદાન મથકો સંવેદનશીલ, બાલાસિનોર તાલુકામાં 29 મતદાન મથકો અતિ સંવેદનશીલ અને 14 મતદાનમથકો સંવેદનશીલ અને વીરપુર તાલુકામાં 19 મતદાન મથકો અતિસંવેદનશીલ અને 10 મતદાન મથકો સંવેદનશીલ છે.

ABOUT THE AUTHOR

...view details