ગુજરાત

gujarat

ETV Bharat / state

મહિસાગરના મતદારોને EVM-VVPAT અને NOTA વિશે ચૂંટણી તંત્ર દ્વારા કરાયા માહિતગાર

મહિસાગરઃ જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી 23મી એપ્રિલે યોજાવાની છે. જિલ્લાના મતદારોને ઇવીએમ, વીવીપેટ અને નોટાના ઉપયોગ વિશે જિલ્લા ચૂંટણી અધિકારી આર. બારડ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તાના માર્ગદર્શન હેઠળ જાણકારી આપવામાં આવી હતી.

By

Published : Apr 12, 2019, 7:26 PM IST

સ્પોટ ફોટો

જિલ્લાના મતદારોમાં EVM-VVPAT અને NOTA સંદર્ભે માહિતી આપવા અને મતદારોમાં જાગૃતિ કેળવવા માટે જનસેવા કેન્દ્ર અને વિવિધ માધ્યમો દ્વારા સમજ આપવામાં આવી રહી છે. મતદારો નોટા, ઇવીએમ, વીવીપેટ જાણકારી મેળવી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ જિલ્લા ચૂંટણી તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ચૂંટણીપંચ દ્વારા મતદારો જો કોઇ ઉમેદવારને મત આપવા ઇચ્છતા ના હોય તો તેઓ નોટા (NONE OF THE ABOVE)નો ઉપયોગ કરી શકશે.

આ ઉપરાંત, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા પણ મતદાન કરનાર મતદાતાએ જે ઉમેદવારને મત આપવો હોય તે ઉમેદવારની સામેનું બટન દબાવવાનું રહેશે. પ્રથમ અંગ્રેજી અક્ષર જોડીને NOTA (નોટા) શબ્દ બનાવાયો છે જેનો અર્થ થાય છે કે, દર્શાવ્યા પૈકી કોઇ ઉમેદવારને મતદાતા તેનો મત આપવા માગતો નથી. જેથી ઇવીએમ, વીવીપેટ સાથે સાથે નોટાની પણ સમજણ મતદાતાઓને આપવામાં આવી હતી. જિલ્લાના તમામ મતદારોને 23 એપ્રિલના રોજ અચૂકપણે મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details