મહીસાગર: સમગ્ર ગુજરાતમાં કોવિડ-19 કોરોના વાઇરસ સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, ત્યારે મહીસાગર જિલ્લામાં ત્રીજો કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે.
મહીસાગર જિલ્લાના વિરપુરમાં બીજો કેસ પોઝિટિવ સામે આવતા જિલ્લામાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા છે. જેથી આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે.
મહીસાગરમાં ત્રીજો કોરોના પોઝિટિવ કેસ, વિરપુરના યુવક બાદ માતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આ પહેલા બે દિવસ અગાઉ મહીસાગર જિલ્લાના વિરપુરના જે યુવકનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તેની 72 વર્ષીય માતા ભાવસાર મંજુલાબેન મહેન્દ્રભાઇને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આમ વિરપુરમાં 02 અને બાલાસિનોરમાં 01 એમ કુલ ત્રણ કોરોનાના પોઝિટિવ કેસ મહીસાગર જિલ્લામાં નોંધાયા છે.