- નાના વેપારીઓને ઘણી મદદરૂપ થઈ રહી છે છત્રી સહાય યોજના
- ભર ઉનાળામાં વેપારીઓ મેળવી રહ્યા છે રક્ષણ
- વેપારીઓએ માન્યો સરકારનો આભાર
મહીસાગર: ગુજરાતના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Chief Minister Vijay Rupani) દ્વારા સાત પગલા ખેડૂત યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજનામાં છત્રી સહાય યોજના પણ સામેલ છે. આ યોજનાનો લાભ મહીસાગર જિલ્લાના બજારોમાં નાના પથારા પાથરી તેમજ હાથ લારીમાં શાકભાજી તેમજ ફળ-ફડાદીનો વેપાર કરતા નાના ફેરિયાઓને મળ્યો છે.
ઉનાળામાં ગરમીમાં રાહત
આ યોજના અંતર્ગત તેમને છત્રી મળતા તેઓ પોતાની હાથલારી પર છત્રી લગાવી ભર ઉનાળામાં તાપથી રક્ષણ મેળવી રહ્યા છે અને પોતાનો વ્યવસાય કરી ભર ઉનાળામાં રોજગાર મેળવી રહ્યા છે. આ છત્રી સહાય સાત પગલા મુખ્યપ્રધાન સહાય યોજના અંતર્ગત છત્રી સહાય યોજના ફેરી કરી વેપાર કરતા વેપાર કરતા ફેરિયાઓ માટે આશીર્વાદ રૂપ બની રહી છે.