ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર ખાતે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી થઇ કાર્યરત

લુણાવાડા : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 02 જાન્યુઆરી 2020ના રોજ મહીસાગર જિલ્લાના કોઠંબામાં ભારત રત્ન ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તેઓએ આ અવસર પર જિલ્લામાં અંદાજે રૂપિયા 90 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ભૂમિપૂજન પણ કર્યા હતાં. જેમાં 594 લાખના ખર્ચે નિર્માણ થયેલી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીનું પણ મુખ્યપ્રધાનના હસ્તે ઇ-ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

By

Published : Jan 4, 2020, 2:31 AM IST

મહીસાગર ખાતે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી થઇ કાર્યરત
મહીસાગર ખાતે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી થઇ કાર્યરત

3 જાન્યુઆરી 2020થી નવિન સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી મહીસાગર ખાતે કાર્યરત થઇ છે. સંતરામપુર ધારાસભ્ય કુંબેરભાઇ ડીંડોર, અધિક નિવાસી કલેક્ટર આર.આર.ઠક્કરે નવિન કચેરીની વિવિધ શાખાઓની મુલાકત લીધી હતી.

કચેરી ખાતે વાતચીત

RTO અધિકારી વીપુલ ગામીતે આ અંગે જણાવ્યું હતું કે, જુની કચેરીએથી દિવસના 100 લાઇસન્સ ઇશ્યુ કરવામાં આવતા હતા. નવી કચેરી આધુનિક ટેકનોલોજીથી સજ્જ હોય દિવસના 360 લાઇસન્સ ઇશ્યુ થઇ શકશે.

ABOUT THE AUTHOR

...view details