કોરોના સામે વિજય મેળવવાનો એક જ માર્ગ સાવચેતી સાથે શ્રદ્ધા અને શાંતિ - ભગવદ્ ગીતા
કોરોનાના આ સમયમાં ડરવાની જરાય જરૂર નથી. કોરોના રૂપી અસૂર સામે વિજય મેળવવાનો એક જ માર્ગ છે અને તે છે જરૂરી સાવચેતી અને શ્રદ્ધા સાથે અને શાંતિ જાળવી રાખીશું તો આ સમય ઝડપથી પસાર થઈ જશે.
લુણાવાડા: ભગવદ્ ગીતામાં એક પ્રસંગ છે કે, જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે યુદ્ધ ચાલતુ હતુ અને દેવો હારવાની સ્થિતિમાં હતા તેમના પર આપત્તિ આવી હતી. તેવા સમયે ભગવાન વિષ્ણુએ તેમને ડર્યા વગર સંયમ જાળવવા અને શ્રદ્ધા સાથે શાંતિ જાળવી રાખવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે, તમે જેટલો સમય સાચવશો તેટલા જલદી તમે આપત્તીમાંથી બહાર આવી શકશો. ભગવાન વિષ્ણુની આ વાતને માની દેવતાઓએ સંયમ જાળવ્યો, થોડું સહન કર્યું અને તેઓ અસુરો સામે વિજય બન્યા.
બસ આજની પરિસ્થિતિ પણ કંઈક આવી જ છે, અત્યારના સમયમાં કોવિડ-19 રૂપી અસુરથી સમગ્ર માનવજાત પીડાય છે, તેવા સમયે આપણે સૌએ સમયને સાચવીને જરૂર સાવચેતી રાખવી અતિઆવશ્યક છે. આપણે એક બીજા વ્યક્તિ વચ્ચે છ ફૂટનું અંતર રાખીએ એટલું જ નહીં પણ માસ્ક પહેરી, આપણા હાથને વારંવાર સાબુ-સેનિટાઈઝરથી સાફ રાખીએ અને કોરોના મુક્ત બનાવવા સરકારે જે અભિયાન શરૂ કર્યું છે તેમાં સહભાગી બની સરકારની માર્ગદર્શિકાનું પાલન કરી કોરોના ને હરાવીએ એજ આજના સમયની માંગ છે અને જો આપણે આટલું કરીશું તો ઝડપથી કોરોના હારશે અને જીતશે ગુજરાત.