ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળ નોંધાયેલી રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં વર્ષ 2019-20 માટેનું નવું શેક્ષણિક ક્ષત્ર શરૂ થઈ ગયું છે. ગત મહિનાની 6મેથી રાજ્યની તમામ સ્કૂલોમાં ઉનાળુ વેકેશન શરૂ થયું હતું. આ ઉનાળુ વેકેશન 35 દિવસનું હતું જે આજે પૂર્ણ થતાં સમગ્ર ગુજરાત સહિત મહીસાગર જિલ્લામાં રાબેતા મુજબ સ્કૂલોમાં શેક્ષણિક કાર્ય આજથીજ શરૂ થઈ ગયું છે.
આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, મહીસાગરની સ્કૂલોના કેમ્પસો ગૂંજી ઉઠયા - mahisagar
મહીસાગરઃ રાજ્યની તમામ સ્કૂલોમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થયું છે અને નવા શૈક્ષણિક ક્ષત્રનો પ્રારંભ થયો છે. જેથી આજથી ગુજરાત સહિત મહીસાગર જિલ્લાની સરકારી તેમજ ખાનગી સ્કૂલમાં શેક્ષણિક ક્ષત્ર શરૂ થતાં નાના ભૂલકાઓ સહિત મોટા વિધાર્થીઓ હર્ષ ઉલ્લાસ સાથે સ્કૂલમાં આવ્યા હતા અને સ્કૂલો વિદ્યાર્થીઓના નાદથી ગુંજી ઉઠી હતી.
છેલ્લા એક-દોઢ મહિનાથી વેકેશનને લઈને સુના પડેલા સ્કૂલોના કેમ્પસ એકવાર બાળકોના શોર બકોરથી ગૂજી ઉઠ્યા છે. મહીસાગર જિલ્લામાં પણ આજથી તમામ સ્કૂલોમાં નવા શેક્ષણિક ક્ષત્રનો પ્રારંભ થઇ ગયો છે અને નાના ભૂલકાઓ જે સ્કૂલમાં નવો પ્રવેશ મેળવી પોતાની શૈક્ષણિક કારકિર્દીનો પ્રારંભ કરી રહ્યા છે તેવા નાના વિધાર્થીઓનું સ્કૂલ દ્વારા કંકુ તિલક કરી ટોપી પહેરાવી ગુલાબ આપી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. બાળકોમાં સારા સંસ્કારનું સિંચન થાય તે હેતુથી પ્રથમ દિવસથીજ સ્કૂલોમાં શ્લોકતેમજ પ્રાર્થના કરવામાં આવી રહી છે. નાના બાળકોને પોતાના વાલીઓ સ્કૂલ મુકવા માટે આવી રહ્યા છે બાળકોમાં આજથી શેક્ષણિક ક્ષત્રનો પ્રારંભ થતા ખુશી જોવા મળી રહી છે.