ગુજરાત

gujarat

Mahisagar Rain: મહીસાગરમાં ધીમી ધારે વરસાદ, મકાઈ-ડાંગરના પાકને જીવનદાન મળ્યું

By ETV Bharat Gujarati Team

Published : Sep 17, 2023, 9:56 AM IST

રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વિવિધ વિસ્તારોમાં મેઘરાજા મહેમાન બન્યા છે. મહીસાગરના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જો કે, હજુ સુધી પુરતો વરસાદ વરસ્યો નથી પરંતુ અમી છાંટણા શરૂ થતાં ખેડૂતોએ વધુ વરસાદની મીટ માંડી છે

slow-rains-in-mahisagar-gave-life-to-the-maize-paddy-crop
slow-rains-in-mahisagar-gave-life-to-the-maize-paddy-crop

મહીસાગરમાં ધીમી ધારે વરસાદ

મહીસાગર:મહીસાગર જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ જોવા મળી છે. જિલ્લામાં રાત્રી દરમિયાન એક ધારો વરસાદ પડી રહ્યો છે. રાત્રી દરમિયાન લુણાવાડામાં 7 ઇંચ, વીરપુરમાં 4 ઈંચ, સંતરામપુરમાં 2 ઈંચ,અને બાલાસિનોરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. વરસાદને લઈ મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લાના નીચાણ વાળા પુલ, નાળા પાસે બંદોબસ્ત ગોઠવી ચેતવણી આપવામાં આવી છે.

નદી-નાળામાં નવા નીરની આવક: લુણાવાડા, ખાનપુર, કડાણા, સંતરામપુર, વીરપુર, સહિત બાલાસિનોરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈ આજુબાજુના નદી નાળામાં નવા નીરની આવક થઈ છે. વરસાદ વરસતા ધરતી પુત્રોમાં ખુશી જોવા મળી છે. બીજી તરફ મહી નદીમાં પાણી છોડવામાં આવતા નીચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવું પડી શકે છે.

અનેક વિસ્તારમાં ધીમીધારે વરસાદ:રાજ્યભરમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામા આવી છે. વરસાદની આગાહી વચ્ચે મહીસાગરમાં ગઈ મોડી રાત્રે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદની રાહ જોતા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મહીસાગર જિલ્લામાં લાંબા સમય બાદ મેઘ સવારી જોવા મળી છે. મકાઈ, ડાંગર જેવા ખરીફ પાકને પિયતની જરૂરિયાત વચ્ચે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. મહીસાગરમાં એક મહિનાના વિરામ બાદ વરસાદ વરસ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. મકાઈ, સોયાબીન, તુવેર સહિતના પાકને જીવતદાન મળ્યું છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સમગ્ર પંથકમાં વરસાદ થતાં ખેતી પાકને જીવનદાન મળ્યું છે.

બજાજ સાગર ડેમના વધુ 8 ગેટ ખોલવામાં આવ્યા:રાજ્યભરમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામા આવી છે. વરસાદની આગાહી સાથે ઉપરવાસમાં વરસાદ વરસતા રાજસ્થાનનો મહી બજાજ સાગર ડેમ ઓવરફ્લો થયો છે. જેથી મહીં બજાજ સાગર ડેમના વધુ 8 ગેટ ખોલવામાં આવ્યા છે. મહી બજાજ સાગર ડેમના કુલ 16 ગેટ ખોલી મહી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં સતત વધી રહેલા વરસાદને લઈ બજાજ સાગર ડેમના 16 ગેટ ખોલવામાં આવ્યા છે. મોડી રાત સુધીમાં મહીસાગરના કડાણા ડેમના જળસ્તરમાં ધરખમ વધારો થશે. બજાજ સાગર ડેમ દ્વારા 2 લાખ 60 હજાર ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવશે. બજાજ સાગર ડેમ દ્વારા પાણી છોડતા રાજસ્થાનના સરહદી વિસ્તારના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.

  1. Surat Rain: માંગરોળ તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, ખેડૂતો ખુશખુશાલ
  2. Vadodara Rain: ડભોઇ પંથકમાં સાર્વત્રિક વરસાદ, નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીમાં પૂરની સ્થિતિ

ABOUT THE AUTHOR

...view details