ગુજરાત

gujarat

ETV Bharat / state

બાલાસિનોરમાં અંબેમાતાના મંદિરમાં પાટોત્સવની ઉજવણીના પ્રસંગે શતચંડી મહાયજ્ઞનું આયોજન

મહિસાગર: જિલ્લાના બાલાસિનોર નગરના દરવાજા બહાર આવેલા અંબે માતાના મંદિરે દેવસ્થાનમાં માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા આજથી 25 વર્ષ પહેલા થઈ હતી. જેમાં અંબા માતા બિરાજમાન છે. મંદિરના 25 વર્ષ પૂર્ણ નિમિત્તે રજત જયંતિ વર્ષમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી તા. 7થી 10 જાન્યુઆરી સુધી પાટોત્સવ મહોત્સવ ઉજવણી અને શતચંડી મહાયજ્ઞ યોજાનાર છે.

-balasinor
બાલાસિનોર

By

Published : Dec 30, 2019, 5:16 PM IST

આ મંદિરમાં સવારે અને સાંજે એમ બંને સમયે આરતી થાય છે. જેના દર્શનનો લાભ નગરના શ્રદ્ધાળુઓ અચૂક લે છે. ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા બાધા-માનતા રાખે છે. તેમજ માતાજી તેમની મનોકામના પરિપૂર્ણ કરે છે. બાલાસિનોરના નગરમાંથી તેમજ અન્ય વિસ્તારોમાંથી પગપાળા અંબાજી પદયાત્રા જતા સંઘો તેમનું પ્રસ્થાન અહીંના અંબે માતાના દર્શન કરી શરૂ કરે છે. ભાદરવી પૂનમે અંબાજી તરફ જતા અહીંથી પસાર થતા પગપાળા સંઘના ભક્તો આ મંદિરે માતાજીના દર્શન કરવા માટે પોતાના રથને થોભાવી દર્શન કરી ધન્યતા અનુભવે છે.

બાલાસિનોરમાં અંબેમાતા મંદિરમાં પાટોત્સવની ઉજવણીના પ્રસંગે શતચંડી મહાયજ્ઞનું આયોજન

આ મંદિર થોડા વર્ષો પહેલા નાની ડેરી સ્વરૂપે મંદિર હતું. હાલમાં આ મંદિરને મોટું બનાવી તેનો વિકાસ કરવામાં આવ્યો છે. અત્યારે આ મંદિર ધાર્મિક સ્થળ બની ગયું છે. નગરના સૌ કોઈ સવાર સાંજ દર્શને આવે છે. તેમજ મંદિરના પટાંગણમાં બેસી શાંતિની અનુભૂતિ કરે છે. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 25 વર્ષ પૂરા થવાના આરે છે. ત્યારે ટ્રસ્ટીઓ દ્વારા તેની ઉજવણીના ભાગરૂપે 4 દિવસના પાટોત્સવની ઉજવણીના પ્રસંગે શતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

ABOUT THE AUTHOR

...view details