ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા RT-PCR સેમ્પલ લેવામાં આવ્યા - Gujarat News

મહીસાગર જિલ્લામાં કોરોના મહામારીના વધતા સંક્રમણને અટકાવવા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશાનિર્દેશ પ્રમાણે આરોગ્યકર્મીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે.

મહિસાગર  હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા  RT-PCR  સેમ્પીલ લેવામાં આવ્યા
મહિસાગર હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા RT-PCR સેમ્પીલ લેવામાં આવ્યા

By

Published : Aug 17, 2020, 11:02 PM IST

મહીસગર: કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરત પણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.

આમ છતાં પણ હજુ નાગરિકો તેને ગંભીરતાથી નથી લઇ રહ્યા જેથી નાગરિકોમાં ગંભીરતા આવે અને તેઓમાં જાગૃતિ આવે તેમજ કોરોના વાઇરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય.

તે હેતુથી હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્ર, આંટલવાડા ખાતે તાલુકા લાયઝન અધિકારી એસ.કે.પટેલ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર અને આરોગ્યાની ટીમની રાહબરી હેઠળ આરોગ્યી કર્મીઓ દ્વારા તથા ગામના પંચાયતના સભ્યો અને સામાજિક આગેવાનો સર્વ પઠાણ હાજી નસીબખાં કાલેખાં, પઠાણ મુસ્તુફાખા, પઠાણ મુરાદખાન રસુલખાન ગુલાબખાં હબીબખાન પઠાણના સહયોગથી કોરોના જનજાગૃતિ અભિયાન અંતર્ગત ગામના શાકભાજીની લારીઓ, કરિયાણાની દુકાનો, પ્રોવિઝન સ્ટોર, પાન ગલ્લા, કારખાના, અનાજ દળવાની ઘંટી, ખાનગી તબીબ અને ગ્રામજનો સહિત કુલ-35 વ્યકિતઓના રેપીડ અને RT-PCR સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન સોશિયલ ડિસ્ટન્સીંગ સહિત કોમી ભાઇચારાની લાગણી જોવા મળી હતી.

આ ઉપરાંત આરોગ્યકર્મીઓ દ્વારા તમામને સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્કની ઉપયોગીતા અને સેનેટાઇઝરના ઉપયોગ વિશે તેમજ માસ્ક પહેર્યા વગર આવતા દર્દીઓ અને ગ્રાહકોને માલ ન આપવા તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તે જોવા જણાવાયું હતું.

ABOUT THE AUTHOR

...view details