ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર જિલ્લા પંચાયત ખાતે DDOએ શિક્ષણ શાખા તેમજ સર્વ શિક્ષા અભિયાનની કામગીરીની સમીક્ષા કરી

મહીસાગર જિલ્લા પંચાયત કચેરી સભાખંડમાં શિક્ષણ શાખા તેમજ સમગ્ર શિક્ષણ અભિયાનની કામગીરીની સમીક્ષા કરતાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવા અનુરોધ કર્યો હતો.

Review meeting
મહીસાગર જિલ્લા પંચાયત ખાતે DDOએ શિક્ષણ શાખા તેમજ સર્વ શિક્ષા અભિયાનની કામગીરીની સમીક્ષા કરી

By

Published : Sep 6, 2020, 1:58 AM IST

મહીસાગરઃ જિલ્લા પંચાયત કચેરી સભાખંડમાં શિક્ષણ શાખા તેમજ સમગ્ર શિક્ષણ અભિયાનની કામગીરીની સમીક્ષા કરતાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવા અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીએ પેન્શન કેસ, ઉચ્ચ નાણાકીય સહાય, પુરા પગારની દરખાસ્ત, મેડિકલ સહાયના કેસ, શાળા નિરીક્ષણ, હોમલર્નિંગ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સીઝનલ હોસ્ટેલ, શાળાની ભૌતિક સુવિધાઓ, આઈ.ઇ.ડી. શાખાની કામગીરીની સમીક્ષા, સિવિલવર્ક, શિક્ષકોની ઓન લાઇન હાજરી વિગેરેની સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી, બી.આર.સી.ઓ તેમજ સર્વશિક્ષા અભિયાનના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details