ગુજરાતમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં જ્યાં એકપણ ટીંપુ વરસાદ પડ્યો નથી. ત્યારે સમગ્ર ગુજરાતમાં ચોમાસુ બેસવાની તૈયારીમાં છે. ગઈ મોડી રાત્રે મહિસાગર પંથકના જુદા-જુદા વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થઈ ગયા છે. જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર, વીરપુર તેમજ અન્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે.
મહિસાગરના લુણાવાડામાં વરસાદનું આગમન, વાતાવરણમાં ઠંડક
મહિસાગર: જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં ગઈ મોડી રાત્રે વરસાદનું આગમન થયું હતું. લુણાવાડામાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સાથે જ લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. જોકે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરાવાની ઘટના બની હતી.
મહિસાગરના લુણાવાડામાં વરસાદનું થયું આગમન
જિલ્લાના વડા મથક લુણાવાડામાં ભારે ગાજવીજ અને પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ છે. વરસાદ પડતાં લુણાવાડા શહેરમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ચોમાસાની સીઝનનો પ્રથમ ભારે વરસાદને લઈને લોકોએ આનંદની અનુભૂતિ કરી હતી. છેલ્લાં ઘણા સમયથી લોકો ગરમી સહન કરી દિવસો પસાર કરતા હતા. ત્યારે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.