ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરના લીંબડીયા APMC સેન્ટર પર ચણાની ટેકાના ભાવે ખરીદી પૂર્ણતાના આરે

મહીસાગરઃ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લીંબડીયા APMC સેન્ટર પર જિલ્લાના ખેડૂતોએ પકાવેલા ચણાની ટેકાના ભાવે ખરીદી પૂર્ણ ન થતાં લીંબડીયા APMC સેન્ટર પર રજીસ્ટ્રેશન થયેલા 200 ખેડૂતમાંથી 173 ખેડૂતના 2500 થી 2700 ક્વિન્ટલ ચણા ટેકાના ભાવે ખરીદાયા છે, ખેડૂતોને ચણાના ભાવ બજાર કરતા સારા મળતા ઉત્સાહભેર પોતાના ચણા APMCમાં ટેકાના ભાવે આપી રહ્યા છે.

By

Published : May 18, 2019, 8:56 PM IST

સ્પોટ ફોટો

મહીસાગર જિલ્લામાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખાનપુર તાલુકાના લીંબડીયા APMC પર ટેકાના ભાવે મહીસાગર જિલ્લાના ખેડૂતોના ચણા ટેકાના ભાવે ખરીદવાનું સેન્ટર આપવામાં આવ્યું છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ખેડૂત લક્ષી યોજનાઓને કારણે ખેડૂતોને ચણાના સારા ભાવ મળી રહ્યા છે, જેને લઈ ખેડૂતમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહીસાગર જિલ્લાના વીરપુર, ખાનપુર અને બાલાસિનોરના 200 જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 173 જેટલાએ ખેડૂતોના 5000 જેટલા કટ્ટા એટલે કે અંદાજે 2500 થી 2700 ક્વિન્ટલ ચણા લીંબડીયા APMC સેન્ટર ખરીદાઈ ચુક્યા છે.

APMC સેન્ટર પર ચણાની ટેકાના ભાવે ખરીદી પૂર્ણ

ખેડુતોને બજાર કરતા સારો ભાવ મળી રહ્યો છે અને બજાર ભાવ કરતા APMCમાં ટેકાના ભાવે ચણા આપતા ખેડૂતને 20 કિલો ચણા પર 150 રૂપિયા જેટલો ફાયદો થઈ રહ્યો છે. ખેડૂતને કોઇપણ પ્રકારની તકલીફ પડ્યા વગર પોતાના પાકના સારા ભાવ મળતા ખેડૂત ખુશ થયા છે. મહત્વનું છે કે, લીંબડીયા APMC પર ટેકાના ભાવે મોટાભાગના ખેડૂતોના ચણાની ખરીદી થઈ ચૂકી છે અને ટેકાના ભાવે ચણાની ખરીદી પૂર્ણતાના આરે છે.

ABOUT THE AUTHOR

...view details