મહીસાગરમાં આવેલા લુણાવાડાના બાલાસિનોર અને સંતરામપુર વિસ્તારના પોલીસ સ્ટાફની લુણાવાડા ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લાના પોલીસ સ્ટાફની મતદાન પ્રક્રિયા શરૂ થતાં જ મતદાન મથકે પોલીસ કર્મીઓ મતદાન માટે લાઇનમાં ઊભા જોવા મળ્યા હતા.
લુણાવાડામાં પોલીસ સ્ટાફનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજાયું - police staff
મહીસાગર: લોકસભાની સામાન્ય ચૂંટણી-2019 અંતર્ગત મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં પોલીસ કર્મીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજવામાં આવ્યું છે. ચૂંટણીનાં ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, ત્યારે 18 પંચમહાલ લોકસભા પોલીસ સ્ટાફનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજાયું હતું.
સ્પોટ ફોટો
જેમાં 18 પંચમહાલ લોકસભા વિસ્તાર લુણાવાડા અને બાલાસિનોરનું મતદાન અને 19 દાહોદ લોકસભા વિસ્તાર સંતરામપુર વિસ્તારનું મતદાન લુણાવાડા ખાતે યોજાયું હતું. આમ બંને લોકસભા વિસ્તારના લુણાવાડા-937, બાલાસિનોર-547 અને સંતરામપુર-946 મળીને કુલ 2430 પોલીસ કર્મીઓની બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.