લુણાવાડા: મહીસાગર જિલ્લા પોલીસ વડાએ લુણાવાડા ખાતે જરૂરિયાતમંદોને કરિયાણાની કિટનું વિતરણ કર્યું હતું. જેમાં ગરીબ અને મજૂર વર્ગના લોકો રોજી રોટી અને પૈસાના અભાવે આવશ્યક ચીજવસ્તુઓ મેળવી શકતા નથી, જેથી ગરીબોની ચિંતા પોલીસે રાખી કરિયાણું આપ્યું હતું.
મહીસાગરમાં પોલીસ વડાએ જરૂરિયાતમંદને કરિયાણાની કિટનું કર્યું વિતરણ - મહીસાગર ન્યૂઝ
મહીસાગર જિલ્લા પોલીસ વડાએ લુણાવાડા ખાતે જરૂરિયાતમંદોને કરિયાણાની કિટનું વિતરણ કર્યું હતું. જેમાં ગરીબ અને મજૂર વર્ગના લોકો રોજી રોટી અને પૈસાના અભાવે આવશ્યક ચીજવસ્તુઓ મેળવી શકતા નથી, જેથી ગરીબોની ચિંતા પોલીસે રાખી કરિયાણું આપ્યું હતું.
મહીસાગર પોલીસ વડા ઉષા રાડા દેસાઈ તથા 'તથાતાં' ફાઉન્ડેશનના નરેશભાઈ દેસાઈએ સોસિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખી જરૂરિયાતમંદ વ્યક્તિઓને એકબીજાથી દૂર ઉભા રાખી કરિયાણાની કિટનું વિતરણ કર્યું હતું.
નોવેલ કોરોના વાયરસના કારણે લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની તકલીફ ન પડે તેની ખાસ તકેદારી રાખી મહીસાગર જિલ્લા પોલીસ વડાએ લુણાવાડા ખાતે કરિયાણાની કિટનું વિતરણ કર્યું હતું. જેમાં ગરીબ અને મજૂર વર્ગના લોકો રોજી રોટી અને પૈસાના અભાવે આવશ્યક ચીજવસ્તુઓ મેળવી શકતા નથી જેની ચિંતા પાલીસે રાખી હતી.