ચૂંટણીપંચ દ્વારા બાલાસિનોર મામલતદાર કચેરીમાં તદ્દન નવા પ્રકારનું વોટિંગ મશીન મૂકી તેના વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે. મતદારોનો વોટ વ્યર્થ ન જાય તેમજ મતદાન જાગૃતિ અંગેની સમજ આપવા તથા તે અંગે જાગૃત કરવા ડેમો ગોઠવી તમારે કેવી રીતે વોટ કરવો, વોટ આપ્યા પછી મશીનમાંથી બીપ અવાજ આવે, તમે કોને વોટ કર્યો તેની ડિસ્પ્લે દર્શાય, નોટો વોટ કેવી રીતે કરવો, વોટ રજીસ્ટર થયા પછી સ્લીપ નીકળે તેમજ અન્ય માહિતીની આપવામાં આવે છે.
મહીસાગરમાં ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો
મહીસાગરઃ સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે 23 એપ્રિલના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. તમામ પાર્ટીઓ ચૂંટણીની તડામાર તૈયારીમાં લાગી ગઈ છે. બીજી તરફ મતદારો પણ તૈયાર છે વોટ આપવા માટે, પરંતુ આ વખતે ચૂંટણી પંચ દ્વારા વોટ માટે વીવીપેટ નવા પ્રકારના મશીન ઉપયોગમાં લેવાના હોઈ મતદારોને તેની જાણકારી અને ઉપયોગ કઇ રીતે કરવો તે અંગે માહિતગાર કરવા મહિસાગર જિલ્લાના લુણાવાડા અને બાલાસિનોર મામલતદાર કચેરીએ તેની જાણકારી પ્રેક્ટિકલી આપવામાં આવી રહી છે.
election
લોકશાહીના આ પંચ વર્ષે આવતા પર્વમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તેવી અપેક્ષા સાથે ચૂંટણીપંચ દ્વારા જનતાને માહિતગાર કરવામાં આવી રહી છે.