ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરના લુણાવાડામાંથી બનાવટી 'ઘી' ના જથ્થા સાથે એકની ધરપકડ - મહીસાગર

મહીસાગર: જિલ્લાના લુણાવાડામાંથી બનાવટી ઘી નો જથ્થો ઝડપાયો છે. લુણાવાડાના માંડવી વિસ્તારમાં આવેલા ઉશામા સેલ્સ એજન્સીના ગોડાઉનમાં પંચામૃત અને અમુલ બ્રાન્ડના ડુપ્લીકેટ પેકીંગ કરી ઘી વેચાણ કરતાં હતા. તેમજ બ્રાન્ડેડ ડેરીઓને નુકશાન પહોંચાડી તથા પબ્લીકના સ્વાસ્થય જોડે ચેડા કરતાં હોય જેથી તેની વિરૂધ્ધ લુણાવાડા પોસીસે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે.

Mahisagar

By

Published : Sep 17, 2019, 10:10 AM IST

મહીસાગર LCB દ્વારા ટાઉન વિસ્તારમાંથી બનાવટી ઘી સાથે ઉશામા અનારવાલાને ઝડપી પાડવામાં આવ્યો છે. જે માંડવી બજાર મોચીવાડના નાકે લુણાવાડા મધવાસ દરવાજા પાસે આવેલી પોતાની ઉશામા સેલ્સ એજન્સીના ગોડાઉનમાં પંચામૃત અને અમુલ ડેરીના બ્રાન્ડના ડુપ્લીકેટ છાપવાળા ઓરીજીનલ જેવા દેખાય તેવા પેકીંગમાં ઘી નું વેચાણ કરતો હતો.

મહીસાગરના લુણાવાડામાંથી બનાવટી 'ઘી' ના જથ્થા સાથે એક ઝડપાયો

મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પંચમહાલ-ગોધરા રેન્જ તથા મહીસાગર પોલીસ અધીક્ષકનાઓની માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એન.પટેલ તથા સ્ટાફના માણસો સાથે લુણાવાડામાં પેટ્રોલીંગ દરમ્યાન એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એન.પટેલને બાતમી મળતા પંચામૃત તથા અમૂલ ડેરીના નિષ્ણાંત ટીમો તથા ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના અધીકારીઓને બોલાવી ગોડાઉન ઉપર રેડ કરવામાં આવી હતી. પંચામૃત ઘીના 10 નંગ બોક્સ અંદાજે કિંમત 43 ,600 તથા અમુલ ઘીના 4 નંગ બોક્સ જેની કિંમત 16 ,800 મળીને કુલ 60,400 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી તેની વિરૂધ્ધ લુણાવાડા પોલીસે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details