મહીસાગરના ખાનપુરના રંગેલી ગામે જમીનના ઝગડામાં ભત્રીજાએ કાકાની હત્યા કરી મહિસાગર: મહીસાગરના ખાનપુરના રંગેલી ગામે ભત્રીજાએ જમીનના ઝગડામાંDisputes over land) કાકાની હત્યા કરી(Nephew killed uncle in a land dispute in mahisagar) હતી. ગામની સીમ આવેલ કેનાલ નજીક તેમનો મૃતદેહ મળી આવતા ગામમાં ચકચાર મચી હતી.
આ પણ વાંચો:મહંત સાથેના આડાસંબંધોથી કંટાળી પત્નીની છાતીએ બેસી ગળું દબાવી દીધુ
જમીન ખેડવા મામલે બોલાચાલી:મહિસાગરના મોટા ખાનપુર ગામે રંગેલી માલિવાડ ફળિયામાં રહેતા માનાભાઈ ખાતુભાઈ માલિવાડ અને તેમના મોટાભાઈ કાળુભાઇ ખાતુભાઇ માલિવાડની લીમડીયાથી ખાનપુર રોડની બાજુમાં ત્રણેક ગુંઠાસંયુક્ત જમીન છે. રંગેલી ગામે માનાભાઈ ખાતુભાઈ અને કાળુભાઈ વચ્ચે પિતૃક જમીન બાબતેની તકરાર ચાલતી હતી. જેનો નિકાલ તેઓએ સમાજની રીતે કર્યો હતો. જમીનોના ભાગ પાડી દેવામાં આવેલ હતા. તેમ છતાં કાળુભાઇનો છોકરો વિરાભાઈ તેઓનું ટ્રેક્ટર લઈ જમીન ખેડવા ગયો હતો. જે મુદ્દે બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી અને વિરાભાઈએ માંનાભાઈને માર મારી છાતી પર મુક્કા માર્યા હતા. તે વખતે માંનાભાઈ બેભાન થયા હતા.
આ પણ વાંચો:નવસારીમાં ખુલ્લી ડ્રેનેજને કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બનવા મજબૂર
પોલીસે 302 હેઠળ ગુનો નોંધ્યો: માંનાભાઈનો દીકરો પ્રવીણભાઈને ઘર તરફ લઈ જતાં તેઓ કેનાલ નજીક પડી ગયા હતા. છાતીના ભાગે વાગેલ છે અને છાતીના ભાગે દુખાવો થાય છે, તેમ જણાવી થોડી વારમાં તેઓનું મોત થયું હતું. સમગ્ર ઘટનાની પ્રવીણભાઈએ બાકોર પોલીસ મથકે વિરાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે. પોલીસે 302 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કોવિડ ટેસ્ટ કર્યા બાદ આરોપીની અટકાયત કરવામાં આવશે.