કેન્દ્ર સરકાર તરફથી નાગરિકતાનો કાયદો દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. જેનો કેટલીક જગ્યાએ વિરોધ તો કેટલીક જગ્યાએ સમર્થન થઈ રહ્યું છે. સોમવારે CAAના કાયદાનો વિરોધ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં મુસ્લિમ સમાજ દ્વારા બંધ પાળવામાં આવ્યું.
CAA વિરોધઃ મુસ્લિમ સમાજના બંધને લુણાવાડામાં મિશ્ર પ્રતિશાદ - CAAની વિરુદ્ધમાં મુસ્લિમ સમાજ
મહીસાગરઃ જિલ્લાના લુણાવાડા શહેરમાં CAAની વિરુદ્ધમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા સોમવારે લુણાવાડા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બંધ દરમિયાન મુસ્લિમ સમાજના લોકોએ હાથમાં કાળી પટ્ટી લગાવી અને પોતાના વિસ્તારમાં કાળા વાવટા ફરકાવી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા CAAના કાયદાનો વિરોધ કરી તેને પાછો લેવા માટે માંગ કરી હતી.
મુસ્લિમ સમાજ દ્વારા લુણાવાડા બંધ
આ દરમિયાન મુસ્લિમ સમાજના લોકોએ હાથમાં કાળી પટ્ટી લગાવી અને પોતાના વિસ્તારમાં કાળા વાવટા ફરકાવી CAAના કાયદાનો શાંતિ પૂર્વક રીતે વિરોધ કરી તેને પાછો લેવા માટે માંગ પણ કરી હતી. મુસ્લિમ સમાજ દ્વારા બંધ પાડવામાં તમામ મુસ્લિમોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા અને પોતાની દુકાનો નહીં ખોલી CAAના કાયદાનો વિરોધ કર્યો છે.