ગુજરાત

gujarat

ETV Bharat / state

એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માસ્ક અને હોમીયોપેથીક દવાનું વિતરણ કરાયું

બાલાસિનોર એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાલાસિનોરમાં નગરપાલિકા વિસ્તારમાં પોલીસકર્મીઓનો માસ્ક તેમજ તેમની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટેની હોમીયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

એકતા ચેરીટેબલ ટ્રસ્ટ
એકતા ચેરીટેબલ ટ્રસ્ટ

By

Published : Apr 23, 2020, 2:24 PM IST

બાલાસિનોર: દેશમાં લોકડાઉન સ્થિતિમાં કોરોનાને હરાવવા કોરોના વોરિયર્સ પણ ખડેપગે ઊભા રહી સેવા આપી રહ્યા છે. આવા સંજોગોમાં કેટલીક ખાનગી સંસ્થાઓ દ્વારા કોરોના વોરિયર્સની સેવામાં લોકો આવી રહયા છે. બાલાસિનોર એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાલાસિનોરમાં નગરપાલિકા વિસ્તારમાં પોલીસ કર્મીઓનો માસ્ક તેમજ તેમની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટેની હોમીયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માસ્ક અને હોમીયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું
સમગ્ર દેશ અને ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે કરોનાને હરાવવા કોરોના વોરિયર્સ પણ ખડે પગે ઊભા રહી સેવા આપી રહ્યા છે. ત્યારે આવા સંજોગોમાં કેટલીક ખાનગી સંસ્થાઓ દ્વારા કોરોના વોરિયર્સની સેવામાં લોકો આવી રહ્યા છે. બાલાસિનોરની એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં પોલીસ કર્મીઓને 300થી વધુ માસ્ક તેમજ તેમની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટેની હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘરે-ઘરે મહિલાઓ દ્વારા માસ્ક તૈયાર કરવામાં આવ્યા હતા. તૈયાર કરેલા માસ્કને બાલાસિનોર નગરમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવી તેમજ હોમીઓપેથીક દવા આપવામાં આવી હતી તથા દવા કેવી રીતે લેવી તેની સમજ આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details