સંતરામપુરના વેણા ગામે રહેતા રમેશભાઈ નાયકની પત્નીને રાયસિંગભાઈ કટારા સાથે પ્રેમ સંબન્ધ હતો, વેણા ગામના રહીશ રમેશભાઈ નાયકની પત્ની સાથે પ્રેમ સંબન્ધમાં રાયસિંગભાઈ કટારાને રાત્રીના સમયે પોતાના ઘરે બોલાવી અને ત્યાર બાદ શયન સુખ માટે તૈયાર કરી હતી ત્યારબાદ પતિ અને પત્ની દ્વારા ગુપ્તાંગના ભાગમાં ચપ્પુના ઘા મારી પ્રેમીની હત્યા કરી હતી.
મહીસાગરમાં પતિ-પત્નીએ ચપ્પુના ઘા કરી પ્રેમીની કરી હત્યા
મહીસાગરઃ જિલ્લાના સંતરામપુરમાં પ્રેમીને ઘરે બોલાવી તીક્ષ્ણ હથિયાર વડે પતિ-પત્ની દ્વારા મોડી રાતે હત્યા કરાયાનો બનાવ સામે આવ્યો છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વેણા ગામે આડા સબન્ધોની આડમાં પતિ-પત્નીએ પ્રેમીના ગુપ્તાંગના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી છે અને લાસને રસ્તા પર ફેંકી દેતા ચકચાર મચી જવા પામી છે.
ઘટનાની જાણ થતા વેણા ગામના સ્થાનિકો દ્વારા હત્યાની જાણ સંતરામ પોલીસને કરવામાં આવી હતી, ઘટનાની જાણ થતા સંતરામ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને વધુની તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને ઘટના સ્થળ પરથી સબુતો મળ્યા હતા.
રસ્તા પર પડેલ મૃતદેહના આસપાસ લોહીના ડાઘ અને પુરાવા જોવા મળતા પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો હતો, સંતરામ પોલીસે ગણતરીના કલાકોમાં જ સ્થળ પર લોહીના ડાઘ જણાતા તથા પુરાવા મળતા ગણતરીના કલાક માંજ હત્યા કરનાર પતિ-પત્નીની ધરપકડ કરી હતી, અને પુછપરછ કરતા પતિ-પત્નીએ યુવાનની હત્યા કરી હોવાનું કબૂલ્યુ હતું.