મહીસાગરઃ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા અનેકવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. મહીસાગર જિલ્લા માટે કોરોનાની સ્થિતિ માં હાલમાં સુધારો થતો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં છેલ્લાં 3 દિવસથી કોરોના પોઝિટિવનો એકપણ કેસ નોંધાયો નથી. જે જિલ્લાવાસીઓ માટે સારા સમાચાર છે.
મહીસાગરમાં કોરોના સ્થિતિમાં સુધારો, 3 દિવસથી એકપણ કેસ નોંધાયો નથી - કોરોના તાજા સમાચાર
મહીસાગરમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા અનેકવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં કોરોના (કોવિડ-19)ના 130 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ જિલ્લાના 258 વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યાં હોવાનું મુખ્ય જિલ્લા અધિકારીએ જણાવ્યું છે.
મહીસાગરમાં કોરોના સ્થિતિમાં સુધારો, 3દિવસથી એકપણ કેસ નોંધાયો નથી
મહીસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના (કોવિડ-19)ના 130 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ 130માંથી 123 દર્દીઓ કોરોનાને હરાવી ચુક્યા છે. આ સાથે રિકવરી રેટમાં વધારો જોવા મળી રહ્યો છે. મહીસાગર જિલ્લામાં કોરોનાના કારણે 2 વ્યક્તિના મોત નિપજ્યા છે. અત્યાર સુધી જિલ્લામાં સિઝનલફ્લુ/કોરોનાના કુલ 3291 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમજ જિલ્લાના 258 વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઈન કરવામાં આવ્યાં હોવાનું મુખ્ય જિલ્લા અધિકારીએ જણાવ્યું છે.