ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર કોરોના અપડેટઃ 16 નવા પોઝિટવ કેસ, છેલ્લાં 3 દિવસમાં 53 કેસ નોંધાયા

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બુધવારે મહીસાગર જિલ્લામાં કોરોનાના 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે પોઝિટિવ કેસની કુલ સંખ્યા 801 પર પહોંચી છે.

mahisagar corona update
mahisagar corona update

By

Published : Sep 11, 2020, 10:20 PM IST

મહીસાગરઃ જિલ્લામાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. આજે શુક્રવારે જિલ્લામાં વધુ 16 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે પોઝિટિવ કેસની કુલ સંખ્યા 801 પર પહોંચી છે.

નવા નોંધાયેલા કેસમાં વડા મથક લુણાવાડામાં 8 કેસ, વિરપુરમાં 1, બાલાસિનોરમાં 5 કેસ અને સંતરામપુરમાં 2 કેસ નોંધાયા છે. આ સાથે મહીસાગર જિલ્લામાં છેલ્લાં 3 દિવસમાં 53 કેસ નોંધાયા છે. કેસની સંખ્યા વધતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. શુક્રવારે 9 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 801 કેસમાંથી 674 દર્દીઓ કોરોનામુક્ત થઈ ચૂક્યા છે.

મહીસાગર કોરોના અપડેટ

  • કુલ પોઝિટિવ કેસ - 801
  • કુલ સક્રિય કેસ - 90
  • કુલ ડિસ્ચાર્જ - 674
  • કુલ મૃત્યુ - 37
  • કુલ હોમ ક્વોરેન્ટાઈન - 270
  • કુલ નેગેટિવ રિપોર્ટ - 35,416

અત્યાર સુધી મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 37 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ 34,615 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમજ 270 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી 84 દર્દીઓ સ્થિર હાલતમાં છે અને 6 દર્દીઓ ઓક્સિજન પર છે. હાલ કુલ 90 દર્દીઓ સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details