લુણાવાડાઃ મહીસાગર જિલ્લા પોલીસ વડાની સૂચના માર્ગદર્શન હેઠળ લુણાવાડા પોલીસ અને સ્ટાફના અન્ય માણસો લુણાવાડા ટાઉન વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ હતા. તે દરમિયાન ગઇકાલે લુણાવાડામાં અમદાવાદ ખાતેથી લુણાવાડા આવવા ખાનગી દવાખાનાની એમ્બ્યુલન્સનો ઉપયોગ કરીને પાંચ વ્યક્તિઓ આવી રહ્યાં હતાં.
લુણાવાડામાં ખાનગી દવાખાનાની એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી લોકડાઉનનો ભંગ, 5 શખ્સ સામે FIR
મહીસાગર જિલ્લા પોલીસ વડાની સૂચના માર્ગદર્શન હેઠળ લુણાવાડા પોલીસ અને સ્ટાફના અન્ય માણસો લુણાવાડા ટાઉન વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ હતા. તે દરમિયાન ગઇકાલે લુણાવાડામાં અમદાવાદ ખાતેથી લુણાવાડા આવવા ખાનગી દવાખાનાની એમ્બ્યુલન્સનો ઉપયોગ કરીને પાંચ વ્યક્તિઓ આવી રહ્યાં હતાં.
પોલીસ દ્વારા ડ્રાઇવરની પૂછપરછ કરતાં તે અમદાવાદથી ત્રણ વ્યક્તિઓને લઈને આવતા હોવાનું જણાવતા જેમાં મોહમ્મદ ઇબ્રાહિમ અબ્દુલ ઘાંચી-અમદાવાદ, રફીક ઇબ્રાહિમ શેખ-અમદાવાદ, મુસતુફા સલીમ શેખ-સંતરામપુર, કૌશર અહમદ શબ્બીર ગુલાટી, ફેઝાન ઈદરીશ અબ્દુલ હબ પટેલ-લુણાવાડા, જેઓએ જાહેરનામાનો ભંગ કરવા બદલ તેમજ પબ્લિક સેફટીને નુકસાન થાય તેવું કૃત્ય કરવા બદલ પોલીસે પાંચેય શખ્સો સામે FIR કરી વાહન અને એમ્બ્યુલન્સને સીઝ કરવામાં આવી છે.
ખાનગી દવાખાનાની એમ્બ્યુલન્સનો ઉપયોગ કરીને લોકડાઉન ભંગ કર્યો છે. મહીસાગર જિલ્લા કલેક્ટરે આ બાબતે તરત જ પોલીસ અને રેવેન્યુ ટીમને મોકલી તપાસ કરી હતી. આ ઉપરાંત તમામ પાંચેય લોકોની મેડિકલ ટીમ દ્વારા તપાસ કરીને તેઓને કોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે.