ગુજરાત

gujarat

ETV Bharat / state

બાલાસિનોરના કેદારેશ્વર મંદિર પરિસરમાં જિલ્લા કક્ષાનો કૃષિ મહોત્સવ યોજાયો

મહિસાગર: સોમવારેના રોજ બાલાસિનોરના કેદારેશ્વર મંદિર પરિસરમાં કૃષિ મહોત્સવ યોજાયો હતો. જેમાં જિલ્લા કક્ષાએ આધુનિક ખેતી પદ્ધતિ, નવીન ટેકનોલોજી, નવીન પાકોની વેરાયટી તેમજ ખેત સાધન સામગ્રી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે કૃષિ મેળા/પ્રદર્શન યોજવામાં આવ્યુ. જેમાં પ્રગતિશીલ ખેડૂતો, વૈજ્ઞાનિકો, કૃષિના તાંત્રિક અધિકારી કૃષિને લાગતા વિવિધ વિષયો પર ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મહિસાગર

By

Published : Jun 17, 2019, 3:47 PM IST

આ કૃષિ મેળામાં કૃષિ સંલગ્ન સરકારી, અર્ધસરકારી, બિન સરકારી તથા ખાનગી કંપનીઓ અને વિતરકો દ્વારા અદ્યતન ટેક્નોલોજી સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. જેથી ખેડૂતોને તમામ ખેતી, બાગાયત, પશુપાલન જેવી અનેક વિવિધ યોજનાઓ અંગે એક જ સ્થળેથી માર્ગદર્શન મળી રહે. આ ઉપરાંત ખેડૂતોને નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન તથા ખેડૂતોને સરળતાથી જાણકારી મળી રહે તે માટે લીફલેટ, CD, DVD અને બુકલેટ સભર સાહિત્ય મળી રહે તેવી ગોઠવણી કરી હતી.

બાલાસિનોરના કેદારેશ્વર મંદિર પરિસરમાં કૃષિ મહોત્સવ યોજાયો

આ ઉપરાંત કૃષિ માટે આધુનિક કૃષિ યાંત્રિકીકરણ, જળ સંચય, ટપક પદ્ધતિ, સંકલિત શિક્ષણ વ્યવસ્થા, વ્યવસાયી કૃષિ અને બાગાયત પાકોનું ઉત્પાદન વધારીને તેનું મૂલ્યવર્ધિત સંકલિત રોગ-જીવાત નિયંત્રણ તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ
યોજનાઓ સંદર્ભે નિષ્ણાંતો દ્વારા સમજણ આપવામાં આવી હતી. કૃષિ સાથે પશુપાલન ક્ષેત્રે પણ ખેડૂતોને માર્ગદર્શન મળે તે માટે આદર્શ પશુપાલન આપવા સાથે પશુ આરોગ્ય મેળાનું આયોજન હાથ ધરાયું હતું.

ABOUT THE AUTHOR

...view details