લુણાવાડા : કલેક્ટર આર.બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના દરેક નાગરિક તેમજ શ્રમિકના આરોગ્યની પૂર્તી તકેદારી રાખવામાં આવી રહી છે. ખાસ કરીને જિલ્લાનું કોઇપણ શ્રમિક ભૂખ્યુ ન રહે તેમજ તે આરોગ્યમય રહે તે માટે વિવિધ પ્રવૃતિઓ પણ હાથ ધરવામાં આવી રહી છે.
મહીસાગરમાં મનરેગા યોજનાના શ્રમિકોને કીટ વિતરણ કરાઇ
કોરોનાની મહામારી વચ્ચે રાજ્યના શ્રમિકોને રોજગારી મળી શકે તેમજ આગામી વરસાદી ઋતુ માટે ગામોમાં વરસાદી પાણીનો સંગ્રહ થઇ શકે તે અંતર્ગત મનરેગા યોજના હેઠળ સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મહીસાગરમાં મનરેગા યોજનાના શ્રમિકોને કીટ વિતરણ કરવામાં આવ્યું
જેના ભાગરૂપે જિલ્લાના શીયાલ, લપાણિયા અને નાની ખરસોલી ગામોના મનરેગા યોજના હેઠળ કામગીરી કરતા શ્રમિકો માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.