મહિસાગરમાં લોકસભાની ચૂંટણીનું મતદાન 23 એપ્રિલના રોજ યોજાનાર છે. ત્યારે જિલ્લામાં 100 % મતદાન થાય અને મતદારોમાં મતદાન વિશે જાગૃતા કેળવાય તેવા પ્રયાસો સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.બારડના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાવામાં આવી રહ્યા છે.
મહિસાગર: મતદારોમાં જાગુકતા લાવવા માટે સ્વીપ કાર્યક્રમ યોજાયો - MSR
મહિસાગર : લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે મતદારોમાં જાગૃતિ કેળવાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતુ. મહીસાગર જીલ્લાના કડાણામાં આવેલ એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કુલના બાળકોએ વોટ ફોર ઇન્ડિયાની આકૃતી બનાવીને જિલ્લાના મતદારોને મતદાન કરવા માટે સદેશો આપ્યો હતો.
મહીસાગરના કડાણામાં આવેલ એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કુલ, કડાણાના બાળકોએ વોટ ફોર ઇન્ડિયાની આકૃતી રચી જિલ્લાના મતદારોને મતદાન કરવા માટે સંદેશો આપ્યો હતો. સી.એમ દેસાઇ હાઇસ્કૂલ વીરપુરના વિદ્યાર્થીઓએ ફરજિયાત મતદાન અંગેના શપથ અને કે.સી શેઠ આટર્સ કોલેજ વીરપુરના વિદ્યાર્થીઓએ સિગ્નેચર કેમ્પેનથી મતદારોને મતદાન કરવા માટે મતદાર જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. મતદારોએ મતદાન કરવું એ આપણી ફરજ છે. લોકશાહીના પર્વમાં જિલ્લામાં યુવાનો, મહિલાઓ, પુરૂષો અને વૃધ્ધો પણ પવિત્ર મતનું મૂલ્ય સમજી મતદાન અવશ્ય કરે તે માટે સ્વીપના માધ્યમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.