ગુજરાત

gujarat

ETV Bharat / state

બાલાસિનોર નગરપાલિકામાં ફાયર સેફ્ટી અંગે તંત્રની બેદરકારી આવી સામે

મહિસાગર: જિલ્લાના બાલાસિનોરમાં ફાયર સેફ્ટીને લઈને નગરપાલિકા કચેરીમાં અભાવ જોવા મળ્યો છે. શહેરમાં આવેલી નગર સેવા સદન કચેરીમાં ફાયર સેફ્ટીનો સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે. કચેરીની ઓફિસમાં પ્રવેશ કરતા કોઈપણ જગ્યાએ આગને બુઝાવવાના સાધનો દેખાતા નથી. સુરત તક્ષશિલા આર્કેડમાં આગની ઘટના બનતા રાજ્યનું તંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે બાલાસિનોર નગર પાલિકા ખાતે ફાયર ફાઇટર અને આગને કાબુમાં લેવાના જરૂરી સાધનોનો અભાવ જોવા મળ્યો છે.

બાલાસિનોર નગર પાલિકામાં ફાયર સેફ્ટી અંગે તંત્રની બેદરકારી સામે આવી

By

Published : May 30, 2019, 2:24 PM IST

નગરપાલિકાના કંપાઉન્ડમાં ફાયરના વાહનોને બદલે અન્ય લારી, ગલ્લાઓ અને નાસ્તાની લારીઓ ઉભેલી જોવા મળી રહી છે. જેથી આગામા સમયે આ જ દબાણો નગરપાલિકાને અડચણ રૂપ બની શકે તેમ છે. આ જગ્યાએ નગર પાલિકાના ફાયરના વાહનોને મુકવામાં આવતા હોય છે. પરંતુ પાલિકાની રહેમ નજર હેઠળ પાલિકા કચેરી વિસ્તારમાં આવેલા ફૂટપાથ પર ફ્રુટ, પાણીપુરી, બરફની લારીઓના કારણે રાત દિવસ લોકોની ભીડ બનેલી રહે છે. અગત્યનું એ છે કે ગત સમયમાં બાલાસિનોરની મામલતદાર કચેરીમાં આગની ઘટના બની હતી. જેમાં કેટલુંક નુકશાન થવા પામ્યું હતું. ત્યારે બાલાસિનોર નગર સેવા સદનમાં તેવી ઘટના દોહરાય તેવી રાહ તંત્ર જોતું હોય તેમ લાગી રહ્યું છે.

બાલાસિનોર નગર પાલિકામાં ફાયર સેફ્ટી અંગે તંત્રની બેદરકારી સામે આવી

બાલાસિનોરમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી પરિસ્થિતિ બની છે. આગ લાગતા ઓફિસના અગત્યના રેકર્ડ અને દસ્તાવેજો તેમજ જરૂરી કાગળો નષ્ટ થઈ શકે છે જેથી તેની સંભાળ રાખવી જરૂરી બની જાય છે. ત્યારે કંઈ ઘટના બને તે પહેલા ફાયરસેફ્ટીની સુવિધા અત્યંત જરૂરૂ બની જાય છે.

ABOUT THE AUTHOR

...view details