ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચામૃત ડેરીમાં દૂધના ખરીદ ભાવમાં વધારો અને દાણની કિંમતમાં ઘટાડો કરાતા પશુપાલકોમાં ખુશીની લહેર - પચામૃત ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો

મહીસાગરઃ દાહોદ અને પંચમહાલ જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે પંચામૃત ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો અને દાણની કિંમતમાં ઘટાડો કરાતા મહીસાગર જિલ્લાના પશુપાલકોમાં દિવાળી પહેલા દિવાળી ગિફ્ટ મળી ગઇ હોય તેમ પશુપાલકોમાં ખુશીની લહેર વ્યાપી છે.

પચાંમૃત ડેરીમાં દૂધના ખરીદ ભાવમાં વધારો અને દાણની કિંમતમાં ઘટાડો

By

Published : Oct 19, 2019, 11:34 AM IST

પંચમહાલ ડેરીના કાર્યક્ષેત્ર પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના દૂધ ઉત્પાદકોના પશુઓને સ્વાસ્થ્ય તથા ગુણવત્તા સભર દૂધ મળી રહે તથા પશુપાલકોની આર્થિક સધ્ધરતા વધે તેવા હેતુસર દિવાળીના શુભ પ્રસંગ નિમિત્તે તારીખ 21 ઓક્ટોબરથી પ્રતિ 25 કિલોગ્રામની બેગ પર 25 રૂપિયા તથા 50 કિલોગ્રામની બેગ પર 50 રૂપિયા, પ્રતિ 70 કિલોગ્રામની બેગ પર 70 રૂપિયાનો ઘટાડો તેમજ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરવાનું જાહેર કરાતા દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પશુપાલકોમાં આનદ અને ઉલ્લાસમાં વધારો થયો છે.

પંચામૃત ડેરીમાં દૂધના ખરીદ ભાવમાં વધારો અને દાણની કિંમતમાં ઘટાડો કરાતા પશુપાલકોમાં ખુશીની લહેર

પંચમહાલ ડેરી દ્વારા દૂધના ફેટના ભાવમાં વધારો કરાતા અને પશુ દાણના ભાવમાં ઘટાડો કરાતા મહીસાગર જિલ્લાના પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details