ગુજરાત

gujarat

ETV Bharat / state

મહિસાગરમાં દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા માટેની સુચન દર્શાવતા બોર્ડ લગાવાયા

મહિસાગરમાં કલેક્ટર દ્વારા વેપારીઓને દુકાનની બહાર બોર્ડ લગાવી સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને ગ્રાહકોને માસ્ક પહેરવાની અપીલ કરવા સાથે પોતાનો વેપાર કરવા અનુરોધ કર્યો છે.

Etv bharat
mahisagar

By

Published : May 6, 2020, 8:22 PM IST

લુણાવાડાઃ કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સ રાખવા સરકાર દ્વારા દિશા નિર્દેશ કરવામાં આવ્યા છે. કલેક્ટર આર.બી.બારડ દ્વારા પણ જિલ્લાના તમામ વેપારીઓને પોતાની દુકાન પર બોર્ડ લગાવી અને 1 મીટરનું સોશિયલ ડિસ્ટન્સ રાખવું તેમજ માસ્ક પહેરવાની અપીલનું પાલન કરાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વેપારીઓને આ સુચનાનું પાલન કરાવવા કહેવામાં આવ્યુ છે. જેનો વેપારીઓ દ્વારા ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વેપારીઓ તેમજ મેડીકલના દુકાનદારો તેમજ અન્ય દુકાનદારો પોતાની દુકાનની બહાર માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સુચનાના બોર્ડ લગાવીને કલેક્ટર દ્વારા કરવામાં આવેલી અપીલનું પાલન કરી રહ્યા છે.

વેપારીઓ દુકાનો બહાર સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવાની સુચનાના બોર્ડ લગાવી પોતાનો વેપાર કરી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details