ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં અસહ્ય ગરમી, 42 નો પારો યથાવત

મહીસાગર: જિલ્લાના નગરોમાં ગરમીએ માઝા મૂકી છે. ત્યારે સમગ્ર વિસ્તારમાં ગરમીની ખરાબ અસર વર્તાઈ રહી છે. ગરમીના કારણે જિલ્લાના બજારોમાં રસ્તાઓ સુમસામ બન્યા છે. લુણાવાડા શહેરના રસ્તાઓ પણ સુમસામ જોવા મળી રહ્યા છે. તેમજ બજારોમાં કરફ્યુ જેવો માહોલ જોવા મળે છે. હાલમાં દરેક જગ્યાએ લગ્નની મોસમ પુર બહાર ખીલી છે. ત્યારે બીજી તરફ ઉનાળો તેના મધ્યાંતરે તપી રહ્યો છે. સવારના 10 વાગ્યાથી જ તપી જવાય તેવી ગરમી લાગી રહી છે. પશુપક્ષી પર પણ તેની અસર જોવાઈ રહી છે.

સ્પોટ ફોટો

By

Published : May 28, 2019, 8:27 AM IST

જિલ્લાના મુખ્ય હાઇવે પર બપોરના સમયે લોકો લસ્સી, સરબત, અને શેરડીનો રસ પીને ઠંડક મેળવતા હોય છે. લોકો મોઢા પર દુપટ્ટા કે રૂમાલ બાંધી ગરમીથી રાહત મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. ગત વર્ષની સરખામણી કરતા આ વર્ષે ગરમીનો પારો ઊંચે જવાથી જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર, અને સંતરામપુર નગરોના રસ્તાઓ પર લોકોની અવર જવર ઓછી જોવા મળી રહી છે. જિલ્લામાં ગરમી થમવાનું નામ લેતી નથી, છેલ્લા એક અઠવાડિયાથી 42 થી 43 ડિગ્રીની આસપાસ પારો રહેતા લોકો ગરમીથી બચવા લીંબુ સરબત, અને ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યા છે.

મહીસાગર જિલ્લામાં અસહ્ય ગરમી, 42 નો પારો યથાવત

આ ઉપરાંત ઉનાળાના સમયે ફ્રીઝ, AC, કુલર જેવા ઉપકરણો પણ વીજળીના ઓવર લોડ વપરાશથી ચાલી શકતા નથી જેથી લોકો ગરમીના વાતાવરણમાં જેમ તેમ સમય પસાર કરી રહ્યા છે. ત્યારે વરસાદી મોસમ ક્યારે જલ્દીથી આવે અને ઠંડક પ્રસરે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details