લુણાવાડાઃ કોરોના વાઈરસને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. આ સંક્રમણને અટકાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. તે સંદર્ભે મહિસાગર જીલ્લા કલેકટર આર.બી.બારડના માર્ગદર્શન હેઠળ જીલ્લા સ્વાસ્થય તંત્ર દ્વારા જીલ્લામાં કોરોનાને નિયંત્રણમાં રાખવા માટે નાનામાં નાની કાળજી રાખી અનેક કાર્યો હાથ ધરાયા છે. તે અનુસંધાને જે વ્યક્તિના સંપર્કમાં રોજ વધુ લોકો આવતા હોય તેવા લોકોની સ્વાસ્થ્ય તપાસ હાથ ધરવામાં આવી છે.
મહીસાગર: લુણાવાડામાં જરુરી ચીજવસ્તુઓના વેપારીઓની સ્વાસ્થ્ય તપાસ કરાઇ
કોરોના વાઈરસને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. આ સંક્રમણને અટકાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. તે સંદર્ભે મહિસાગર જીલ્લા કલેકટર આર.બી.બારડના માર્ગદર્શન હેઠળ જીલ્લા સ્વાસ્થય તંત્ર દ્વારા જીલ્લામાં કોરોનાને નિયંત્રણમાં રાખવા માટે નાનામાં નાની કાળજી રાખી અનેક કાર્યો હાથ ધરાયા છે. તે અનુસંધાને જે વ્યક્તિના સંપર્કમાં રોજ વધુ લોકો આવતા હોય તેવા લોકોની સ્વાસ્થ્ય તપાસ હાથ ધરવામાં આવી છે.
કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. તે સંદર્ભે મહિસાગર જીલ્લા કલેકટર આર.બી.બારડના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લા સ્વાસ્થય તંત્ર દ્વારા જીલ્લામાં કોરોનાને નિયંત્રણમાં રાખવા માટે નાનામાં નાની કાળજી રાખી અનેક કાર્યો હાથ ધરાયા છે. આ અનુસંધાને જે વ્યક્તિના સંપર્કમાં રોજ વધુ લોકો આવતા હોય તેવા લોકોની સ્વાસ્થયની ચકાસણી કરવી જરુરી છે.
જેમાં શાકભાજી ફેરીયા, મેડિકલ સ્ટોર્સ, કરિયાણાની દુકાનોના વેપારી, તેમજ દૂધના પાર્લર જેવી આવશ્યક ચીજવસ્તુઓના વેપારીઓની સ્વાસ્થય તપાસ શહેરનાં અર્બન હેલ્થ સેન્ટર આર.બી.એસ.કેના મેડિકલ ઓફિસર ડોક્ટર દત્તુ રાવલ અને આયુષ ઓફિસર ડોક્ટર કલ્પેશ સુથાર દ્વારા થર્મલ ગનથી તેમના શરીરનું તાપમાન માપી અને સામાજિક અંતર જાળવવા તેમજ માસ્કનાં ઉપયોગ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.