મહીસાગર: મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેના લાયન્સ કલબ દ્વારા સરકારી દવાખાના(CHC)માં દાખલ અન્ય દર્દીઓને પણ ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મહિલા સશક્તિકરણ ઉજવણી અંતર્ગત બાલાસિનોર લાયન્સ કલબ દ્વારા મહિલા દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરાયું
સમગ્ર ગુજરાત રાજયમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના અનુસંધાને મહીસાગર જિલ્લામાં પણ 1 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી મહિલા સશક્તિકરણ પખવાડિયા નિમિત્તે મહીલા લક્ષી સંગઠન સંસ્થાઓનું સંકલન કરી મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.
મહિલા સશક્તિકરણ ઉજવણી અંતર્ગત બાલાસિનોર લાયન્સ કલબ દ્વારા મહિલા દર્દીઓને ફ્રુટનું વિતરણ કરાયું
બાલાસિનોરના સરકારી દવાખાના (CHC) પ્રસૂતા ચાર મહિલાઓને લાયન્સ પ્રમુખ પ્રવીણ સેવક, ડૉ.જ્યોતિ અમીન, ડૉ.ભક્તીબેન શેઠના હસ્તે ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ નવજાત શિશુને બેબિસેટ આપવામાં આવ્યો હતો.