ગુજરાત

gujarat

ETV Bharat / state

લુણાવાડામાં ઘૂંટણ, થાપાના દર્દથી પીડાતા દર્દીઓ માટે નિઃશુલ્ક કેમ્પ યોજાયો

મહીસાગરઃગુજરાત સરકારની "મા" યોજનાના લાભ હેઠળ ઝાયડ્સ હોસ્પિટલ આણંદ, લુણાવાડા સિનિયર સીટીઝન તથા અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટના સહયોગથી લુણાવાડા કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે ઘૂંટણ, થાપાના દર્દથી પીડાતા દર્દીઓ માટે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

લુણાવાડામાં ઘૂંટણ, થાપાના દર્દથી પીડાતા દર્દીઓ માટે નિઃશુલ્ક કેમ્પ યોજાયો

By

Published : Jun 24, 2019, 3:20 AM IST

જે દર્દીઓ ઘૂંટણ, થાપાના દર્દથી પીડાતા હોય તેવા દર્દીઓ માટે નિઃશુલ્ક તપાસ કેમ્પનું આયોજન ગુજરાત સરકારની "મા" યોજનાના લાભ હેઠળ ઝાયડ્સ હોસ્પિટલ આણંદ, લુણાવાડા સિનિયર સીટીઝન તથા અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટના સહયોગ મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડા ખાતે કિસાન માધ્યમિક વિદ્યાલયમાં રાખવામાં આવ્યો હતો.

જ્યાં ઉપસ્થિત દર્દીઓની હાજરીમાં કેમ્પનો દીપ પ્રાગટય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. ઝાયડ્સ હોસ્પિટલના ડો. વેંકટ બેનર્જી દ્વારા જે દર્દીઓને ચાલવામાં , પગથિયાં ઉતરવા, ચઢવામાં , પલાઠી વાળવામાં તકલીફ હોય,ઘૂંટણ અને થાપામાં ઘસારો અને કાયમી દુખાવો રહેતો હોય તેવા દર્દીઓની તપાસ નિઃશુલ્ક કરવમાં આવી હતી.

લુણાવાડામાં ઘૂંટણ, થાપાના દર્દથી પીડાતા દર્દીઓ માટે નિઃશુલ્ક કેમ્પ યોજાયો

જે કોઈ દર્દીને ઘૂંટણનું ઓપરેશન કરવાની જરૂર હોય તેવા દર્દીઓ જો ગુજરાત સરકારની "મા" યોજનાનું કાર્ડ ધરાવતા હોય તો નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે તેવુ જણાવામાં આવ્યુ હતુ અને જે દર્દીઓને સામાન્ય તકલીફ હોય તેને યોગ્ય દવા લખી આપી અને નિઃશુલ્ક દવા પણ આપવામાં આવી હતી. આ કેમ્પનો લાભ મોટી સંખ્યામાં વયોવૃદ્ધ દર્દીઓએ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details