મહીસાગર : બાલાસિનોરમાં પીપળા ખડકીના 73 વર્ષની એક વૃધ્ધ મહિલા કોરોના પોઝિટિવ મળી આવતાં વહીવટી તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી. આ મહિલાના સંપર્કમાં આવનાર વ્યક્તિઓને શોધી કાઢી બાલાસિનોરની કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરી આઈસોલેટ કરવામાં આવ્યા હતા.
બાલાસિનોરમાં વધુ 4 વ્યક્તિઓને કોરોના પોઝિટિવ, કુલ 5 કેસ નોંધાયા
બાલાસિનોરમાં 73 વર્ષની વૃદ્ધ મહિલા કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા અન્ય 14માંથી 4ને કોરોના પોઝિટિવ રીપોર્ટ આવતા બાલાસિનોરમાં કોરોના દર્દીની સંખ્યા 5 થઈ છે.
આ સાથે તેમના સેમ્પલ પણ લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ અન્ય 14 વ્યક્તિઓને પણ શોધી કાઢી તેમને હોમ ક્વોરેન્ટાઈન રાખવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ જેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા, તેમાંથી 4 વ્યક્તિઓનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવતા બાલાસિનોરમાં કુલ 5 પોઝિટિવ કેસ નોધાયા છે.
ચિરાગ ઇશ્વરભાઈ વાળંદ- ઉ.37, દક્ષાબેન દિલીપભાઈ ત્રિવેદી-ઉ.62, નીલાબેન ગિરીશભાઇ ત્રિવેદી-ઉ.54 અને શાકુંતલાબેન કડકિયા-ઉ.86 આ ચાર વ્યક્તિઓ જેના જેના સંપર્કમાં આવેલા હશે તેઓને આરોગ્ય તંત્ર દ્વારા સર્વે તપાસ કરી શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચારેય વ્યક્તિઓને હાલ બાલાસિનોર (કોવિડ-19) ન્યુ કે.એમ.જી. હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.