મહિસાગર : આજે કોરોના સંકટના કારણે દેશમાં ઊભી થયેલી પરિસ્થિતિમાં સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકોએ મદદનો ધોધ વહાવ્યો છે. આવી અત્યંત કપરી પરિસ્થિતિમાં આપણી સુરક્ષા માટે જીવના જોખમે સાફ-સફાઈની શ્રેષ્ઠ કામગીરી કરી આપણા જીવનને સુરક્ષિત રાખવા માટે સફાઇ કર્મીઓ ઉત્તમ યોગદાન આપી રહ્યા છે.
બાલાસિનોર પાલિકાના સફાઇ કર્મીઓને માતૃછાયા ટ્રસ્ટ દ્વારા રાશન કિટનું વિતરણ કરાયું
કોરોના વાઈરસ(COVID-19)ને વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક મહામારી જાહેર કરી છે. આજે કોરોના સંકટના કારણે દેશમાં ઊભી થયેલી પરિસ્થિતિમાં સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકોએ મદદનો ધોધ વહાવ્યો છે.
બાલાસિનોર નગરપાલિકાના સફાઇ કર્મીઓને માતૃછાયા ટ્રસ્ટ દ્વારા રાશન કિટનું વિતરણ કરાયું
બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં આવેલી માતૃછાયા ટ્રસ્ટ દ્વારા નગરપાલિકા વિસ્તારના તમામ સફાઈ કર્મચારીઓ અને રોજમદાર કર્મચારીઓને ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલી રાશન કિટનું વિતરણ કરી સંસ્થાએ સામાજિક સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી સામાજિક ઋણ અદા કર્યું છે.