મહીસાગરઃ જિલ્લાના સંતરામપુરના પટેલ ફળિયાના રહેતા દેવચંદ ચૌહાણના બે પુત્રો વિનય ચૌહાણ અને રાજેશ ચૌહાણ 15 વર્ષથી કુવૈતમાં રહેતા હતા. જ્યાં વિનયને કોરોના પોઝિટિવ નીકળતા તેનું 3 એપ્રિલ મોત થયું છે. આ ઘટનાની જાણ પરિવારને થતાં પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે.
ગલ્ફના દેશમાં ભારતીય નાગરિકના મોતની પહેલી ઘટના, કુવૈતમાં રહેતા સંતરામપુરના યુવાનનું કોરોનાથી મોત - First death of Indian citizen in Gulf country
મહીસાગરના સંતરામપુરના રહેતા દેવચંદ ચૌહાણના બે પુત્રો 15 વર્ષથી કુવૈત રહેતા હતા. જ્યાં તેમના એક પુત્રને કોરોના પોઝિટિવ નીકળતા તેનું 3 એપ્રિલ મોત થયું છે. આ ઘટનાની જાણ પરિવારને થતાં પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે.
કુવૈતમાં પણ કોરોનાના થયેલા ફેલાવામાં 45 વર્ષીય વિનય ચૌહાણ કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું. તેને એ પછી કુવૈતની અલ અમીરી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું 3 એપ્રિલના રોજ મોત થયું હતું. તેના મોતની ખબરના પગલે પરિવારજનોના હૈયાફાટ આક્રંદના પગરે સંતરામપુર વિસ્તારમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી.
મળતી વિગત અનુસાર, વિનય ચૌહાણના ભાઈ તેમના ભાઈ રાજેશ ચૌહાણ અને તેમની સાથે રહેતા બીજા પાંચ વ્યક્તિઓને પણ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા, જોકે તેમને કોરોના નહીં હોવાનું નિદાન થયું છે. કુવૈતમાં કરોનાના કારણે ભારતીય નાગરિકનું મોત થયું હોવાની આ પહેલી ઘટના છે. કુવૈતમાં લગભગ 500 જેટલા કેસ નોધાયા છે.