મહીસાગરમાં વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોએ કપાસની વાવણી શરૂ કરી
મહીસાગર જિલ્લામાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. ગઈકાલથી સમગ્ર મહીસાગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોએ કપાસની વાવણી શરૂ કરી છે. જિલ્લામાં મોટાભાગની જમીન ઉપર ચોમાસાના વરસાદ આધારિત ખેતી થતી હોવાથી વરાપ આવતાં ખેડૂતો હાલ વાવણી કરવાના કાર્યમાં લાગી ગયાં છે. જિલ્લામાં ખેડૂતોએ ખેતરમાં શ્રીફળ અર્પણ કરી કપાસ વાવવાની શરૂઆત કરી છે.
મહીસાગરમાં વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોએ કપાસની વાવણી કરી શરુ
મહીસાગર: સમગ્ર રાજ્યની સાથે-સાથે મહીસાગરમાં ચોમાસાની શરૂઆતનો ખેતીલાયક વરસાદ થતાં મહીસાગર જિલ્લાના ખેડૂતો વાવણી કરવાના કાર્યમાં લાગી ગયાં છે. જિલ્લામાં મોટાભાગની જમીન પર ચોમાસાના વરસાદ આધારિત ખેતી થતી હોઈ પ્રથમ અને ખેતીલાયક વરસાદથી ઉત્સાહી બનેલા જગતના તાતે ધરતીમાં બીજ રોપવાની શરૂઆત કરી છે. જિલ્લામાં મોટાભાગની જમીન પર ચોમાસાના વરસાદ આધારિત ખેતી થતી હોવાથી વરાપ આવતાં જિલ્લામાં ખેડૂતોએ ખેતરમાં શ્રીફળ અર્પણ કરી કપાસની વાવણી શરૂ કરી છે.