- વાતાવરણમાં ગરમીનું પ્રમાણ રહેતા કપાસના જીંડવા અને કાલા સૂકાઈ ગયા
- પાણીની અછત અને હાલમાં પડી રહેલા તાપ અને ગરમીને કારણે પાકની ઉપજમાં ઘટાડો
- ખેડૂતોને શુદ્ધ પીવાનું પાણી મળતું નથી
લુણાવાડા: મહીસાગર જિલ્લામાં મોટેભાગે મકાઈ, ડાંગર, કપાસ, બાજરી અને દિવેલાની ખેતી થાય છે. ઠંડીની સિઝનમાં આ પાકો માટે નિયમિતપણે પાણી અને ઠંડુ વાતાવરણ ખૂબજ જરૂરી છે. મહીસાગર જિલ્લામાં થોડા દિવસો પહેલા કમોસમી વરસાદ પડ્યો હતો. જેથી ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મોટે ભાગે ખેડૂતોએ કવચ, મોરગાર્ડ, અને 222 કપાસનું વાવેતર કર્યું છે. જો કે વરસાદ અને સિંચાઈનું પાણી ન મળતા તેમજ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ રહેતા કપાસના જીંડવા અને કાલા સૂકાઈ ગયા છે. તેમજ અન્ય પાકોને વધુ નુકસાન થવાની ભિંતી સેવાઈ રહી છે.